Thu Jul 23 2026

Logo

ફાઇનલના ફર્સ્ટ-હાફ બાદ 11 મિનિટનો રોમાંચક ક્લોઝિંગ હાફટાઇમ શૉઃ જાણી લો, કોણ-કોણ પર્ફોર્મ કરશે...

New York   2026-07-19 19:02:54
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ યૉર્કઃ આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેની આજની (મધરાત પછી 12.30 વાગ્યે શરૂ થનારી) ફાઇનલ પહેલાં ક્લોઝિંગ સેરેમની યોજાશે અને મૅચના ફર્સ્ટ-હાફ તથા સેક્નડ-હાફ વચ્ચેના ઇન્ટરવલમાં ટૂંકો સુપર બૉલ-સ્ટાઇલ હાફટાઇમ શૉ યોજાશે.

આ બે શાનદાર સમારોહમાં ટ્રોફીઓ તેમ જ પહેલી જ વખત ચૅમ્પિયન ખેલાડીઓને અપાનારી હીરાજડિત વીંટી બતાવવામાં આવશે તેમ જ જાણીતા પૉપ સિંગર્સ તથા ડાન્સર્સ પર્ફોર્મ કરશે.

શકિરાએ ઓપનિંગ સેરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું અને હવે ફરી એક વખત બર્ના બૉય સાથે સ્ટેજ પર્ફોર્મ કરશે. અન્ય પર્ફોર્મર્સમાં મૅડોના તેમ જ જસ્ટિન બીબર તથા સાઉથ કોરિયન બૉય બૅન્ડ `બીટીએસ' પણ હજારો પ્રેક્ષકો અને દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

ફાઇનલ ભારતીય સમય અનુસાર મધરાત બાદ 12.30 વાગ્યે શરૂ થશે. ફર્સ્ટ-હાફ 45 મિનિટનો હશે, પણ સ્ટૉપેજ ટાઇમ ઉમેરાતાં એ 50 જેટલી મિનિટનો પણ હોઈ શકે. ત્યાર બાદ સત્તાવાર રીતે 15 મિનિટનો જે ઇન્ટરવલ હશે એમાં તરત જ સુપર બૉલ-સ્ટાઇલ હાફટાઇમ શૉ યોજાશે જે લગભગ 11 મિનિટ સુધી ચાલશે. એ પહેલાં, મૅચ પૂર્વેની ક્લોઝિંગ સેરેમનીમાં પોસ્ટ મલોની, લૉરા પૉસિની, નિકોલ શેરઝિન્ગર, રૉબી વિલિયમ્સ, આઇશૉસ્પીડ તથા ટૉમ ક્રૂઝ પર્ફોર્મ કરશે. ફાઇનલ બાદ ઇનામ-વિતરણ સમારોહ યોજાશે.