Sat Apr 18 2026

Logo

અમદાવાદમાં બે બાળકોના બાપ મુસ્લિમ યુવકે 14 વર્ષની છોકરીને બનાવી હવસનો શિકાર, 20 વર્ષની સજા

2026-02-27 12:06:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. બે બાળકોના બાપ એવા મુસ્લિમ યુવકે 14 વર્ષની છોકરીને હવસનો શિકાર બનાવી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. આ ઉપરાંત 55 હજારનો દંડ પણ કર્યો હતો.

શું છે મામલો

વર્ષ 2022માં  14 વર્ષની છોકરીને તેની માતાએ તેના કામના સ્થળે બોલાવી હતી. પરંતુ આવી નહોતી. રાત્રેથી તે કામેથી પરત ફરી ત્યારે છોકરી ઘરે નહોતી. જેથી માતાએ આસપાસમાં શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ મળી નહોતી, જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ બાદ આરોપી અને તેમની સગીર પુત્રી મળી આવ્યા હતા. જે બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવામાં આવ્યું હતું. પીડિતાએ નિવેદન આપતાં લખાવ્યું હતું કે, આરોપી બે સંતાનનો પિતા છે અને ધમકી આપીને ઘરેથી ભગાડીને અજમેર લઈ ગયો હતો અને હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. 

કોર્ટે આ કેસમાં 15 સાહેદ અને 22 પુરાવા તપાસ્યા હતા. તેમજ સગીરાને કુલ 4.50 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.