Thu Apr 23 2026

Logo

વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કર્યા બાદ અભિષેક બચ્ચને ઐશ્વર્યાને લઈને કહી ખાસ વાત, કહ્યું તે આરાધ્યાની મમ્મી નથી...

2026-04-22 21:00:13
Author: Darshana Visaria
Article Image

હેડિંગ  વાંચીને તમે કંઈ પણ આડું અવળું વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચને ઐશ્વર્યાને પોતાની સોલમેટ ગણાવી છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાં જ તેમના લગ્નના 19 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ અત્યારથી જ આ કપલ અને તેમના ચાહકોમાં 20મી વેડિંગ એનિવર્સરીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતા વર્ષે અભિ-એશના લગ્નને 20 વર્ષ પૂરા થશે અને આ ખાસ અવસર માટે અભિષેક બચ્ચને પોતાના પ્લાન વિશે કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે. ચાલો જોઈએ શું કહ્યું છે અભિષેકે ખાસ... 

બોલીવૂડના પાવરફૂલ કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચને તાજેતરમાં 19મી વર્ષગાંઠની સાદગીપૂર્ણ ઉજવણી કર્યા બાદ, અભિષેકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 20 વર્ષની આ સફર તેના માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તે તેને યાદગાર બનાવવા માંગે છે. જોકે, આ સાથે અભિષેકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આજે ઐશ્વર્યાએ મારી દીકરી આરાધ્યાની માતા જ નહીં પણ મારી સોલમેટ છે. 

આગળ તેણે એવું પણ જણાવ્યું હતું કે મારા માટે અમારા લગ્નજીવનના 19 વર્ષ કોઈ સપના સમાન રહ્યા છે. અમારી 20મી વેડિંગ એનવર્સરી માટે મોટા મોટા પ્લાન્સ છે મારા મગજમાં પણ હાલ હું એ વિશે કંઈ કહેવા નથી માંગતો. જોકે, ગમે એટલું મોટું આયોજન હોય, તેના કેન્દ્રમાં તેની પત્ની ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા જ રહેશે. તે આ ખાસ દિવસને તેમના માટે એક્સ્ટ્રા સ્પેશિયલ બનાવવા માંગે છે.

અહીંયા તમારી જાણકારી માટે કે હાલમાં જ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચને હાલમાં જ 19મી વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં પરિવારના નજીકના લોકો જ હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ સેલિબ્રેશનના વીડિયો અને ફોટો વાઈરલ થઈ રહ્યા છે. 

જોકે, હવે અભિષેક  બચ્ચને એવા સંકેત આપ્યા છે કે આવતા વર્ષે એટલે કે 20મી એનિવર્સરી પર કોઈ મોટું આયોજન કે પછી કોઈ ખાસ ટ્રિપનું આયોજન થઈ શકે છે. ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે અભિષેક બચ્ચન ફરી એકવાર ઐશ્વર્યાને એ જ ન્યુયોર્કની બાલ્કનીમાં લઈ જશે જ્યાં તેણે 19 વર્ષ પહેલાં ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર જાત જાતની વાતો થઈ રહી હોય પણ અભિષેક બચ્ચને હંમેશા જ ઐશ્વર્યા રાય- બચ્ચનને પોતાનો સૌથી મોટો સપોર્ટ ગણાવ્યો છે. લગ્નના આટલા વર્ષો પછી પણ આ કપલ વચ્ચેનો પ્રેમ અને આરાધ્યા પ્રત્યેનો તેમનો લગાવ સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે.