Tue Sep 15 2026

Logo

પશ્ચિમ બંગાળ એસટીએફે જૈશના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો, વધુ એકની ધરપકડ

2026-08-03 16:24:33
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળ એસટીએફે જૈશના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો, વધુ એકની ધરપકડ

કોલકાતા: પશ્ચિમ બંગાળ એસટીએફ દ્વારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.જેમાં એસટીએફે શહજાદ ભટ્ટીના નેટવર્ક સાથે જોડાયેલા હમીમ મંડલ, અર્પિતા સરકારની ધરપકડ બાદ હવે હાવડાના આદિત્ય સિંહની ધરપકડ કરી છે. જે મંત્રી ઉમેશ રાયની જાસૂસી અને અપહરણનું ષડયંત્ર રચી રહ્યો હતો. 

રાજ્યમંત્રી ઉમેશ રાય પર સતત દેખરેખ રાખતો

આ સમગ્ર કેસની વિગત મુજબ આદિત્ય સિંહ - ઉર્ફે રાજ  એ સ્થાનિક બાતમીદાર અને જાસૂસની ભૂમિકા ભજવી હતી. હાવડાના બેલિલિયસ રોડનો રહેવાસી, આદિત્ય ભાજપના ધારાસભ્ય અને સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં રાજ્યમંત્રી ઉમેશ રાય પર સતત દેખરેખ રાખતો હતો.

ધમકીભર્યા ફોન પાછળ આદિત્ય સિંહનો હાથ

આદિત્ય સિંહે અને મંત્રીના પરિવારના સભ્યોની ગતિવિધિઓની વિગતો મુખ્ય આરોપી હમીમ મંડલને આપી હતી. હાલની વિધાનસભા ચૂંટણીઓ બાદ મંત્રી ઉમેશ રાયને મળેલા ધમકીભર્યા ફોન પાછળ આદિત્ય સિંહનો હાથ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

આ ગેંગનો એજન્ડા ભયાનક

પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગનો એજન્ડા ભયાનક હતો. પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ દ્વારા નિર્દેશિત સિન્ડિકેટ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અગ્રણી રાજકારણીઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓના બાળકો અને સંબંધીઓને ફસાવતા હતા. 

લોકોને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરવામાં આવતા 

તેમજ મોડેલ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર અર્પિતા સરકાર જેવા સહયોગીઓ દ્વારા લોકોને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરવામાં આવતા હતા. જો બ્લેકમેઇલિંગ નિષ્ફળ જાય  તો તેમનું અપહરણ કરી અને મોટી ખંડણી વસૂલવામાં આવતી હતી.