- વિરલ રાઠોડ
એપ્લિકેશનની દુનિયામાં જ્યારે વેબસાઈટની વાત કરવામાં આવે ત્યારે થોડું આઉટડેટેડ લાગે, પણ હકીકત એ છે કે, એપ્લિકેશન અને વેબસાઈટ બન્ને પોતપોતાની જગ્યાઓ પર વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે.
એપ્લિકેશન પાછળ પણ વેબસાઈટ કામ કરે છે. વેબસાઈટ જ્યારે સર્ફ થાય છે ત્યારે મોબાઈલમાંથી સૌથી વધારે વ્યૂઅર્સ નોંધાય છે. સ્માર્ટફોન નવા નવા હતા એ સમયે વેબસાઈટની પણ મોબાઈલ આવૃત્તિ તૈયાર થતી.
એ પછી સ્માર્ટફોનમાં જ બ્રાઉઝરના ફીચરથી એક મોટું કસ્ટમાઈઝેશન થતા દરેક વેબસાઈટ ફોન માટે પ્રોપર બની ગઈ. એ પછી મોટાભાગની વેબસાઈટ પર લોગઈનનો વિકલ્પ આપ્યો. આનાથી વેબસાઈટ તૈયાર કરનારાઓને ફાયદો થયો અને એકાઉન્ટ યુઝર કેટલા છે તેનો ખ્યાલ આવ્યો.
ઘણીવાર એવું બને છે કે, ગૂગલ સાથે લોગઈન કરવામાં પણ કંટાળો આવે, ક્યારેક વેબસાઈટની વિશ્વસનીયતા ઉપર પણ સવાલ થાય. આવા સમયે એવો સવાલ થાય કે, લોગઈન કર્યા વગર કોઈ વેબસાઈટ કામ કરવા આપે તો? એવી ઘણી વેબસાઈટ છે જે સરસ રીતે કામ કરે છે અને લોગઈનની પણ જરૂર નથી. આવી વેબસાઈટથી ફાયદો એ થાય છે કે, કેટલાક પ્રાયમરી કામ સરળતાથી પૂર્ણ થઈ જાય છે.
કોઈપણ ફોર્મેટિંગ હોય કે ડોક્યુમેન્ટનું એડિટિંગ, આ વેબસાઈટ સરળતાથી કામ પાર પાડી દે છે. પીડીએફ બનાવવા માટે હવે કોઈ ખાસ એપ્લિકેશનની જરૂર નથી. ‘આઈ લવ પીડીએફ’ પર વગર લોગઈન કર્યે કોઈ પણ ડોક્યુમેન્ટ અને ફોટોની પીડીએફ બનાવી શકાય છે.
ફોટોશોપનું પ્રાથમિક નોલેજ હોય અને ફોટા પર લાઈટનો વધારો ઘટાડો કે, બ્રાઈટનેસનો પ્રશ્ન હોય તો ફોટપીયા નામની વેબસાઈટ તમામ ફોર્મેટમાં ફાઈલ બનાવી દેશે. એટલું જ નહીં, જે તે ફોર્મેટની ફાઈલને પણ સેટ કરી દેશે.
ઝાંખા ફોટોને ક્લિયર પિક્ચર અને આઈફોનમાં ક્લિક કરેલા કેમેરા જેવા ચોખ્ખા કરવા માટે અનસ્પેશ પર જતા રહો. ફોટો અપલોડ કરો અને રિઝોલ્યુશન સેટ કરી દો. આનાથી કોઈ પણ ફોટોને એચડી કરી શકાશે.
ટ્વિટર કે ફેસબુકમાંથી ઘણા વીડિયો ખૂબ કામના હોય છે. સેવ કરવાનો વિકલ્પ પણ હોય છે. પણ ઘણીવાર તેને કાયમ સાચવી રાખવા માટે એ જરૂર હોય છે. આમ કરવા માટે પહેલા ડાઉનલોડ એપ્સની માથાકૂટ હતી. હવે ફેસબુક અને ટ્વિટરના પોતાના ડાઉનલોડર છે.
એક્સ ડાઉનલોડ પરથી ટ્વિટરના વીડિયો અને ફેસબુક ડાઉનલોડરમાંથી ફેસબુકના વીડિયોને સરળતાથી ડાઉનલોડ કરીને સેવ કરી શકાય છે,ધ્યાન એટલું રાખવાનું છે કે, અઈંથી તૈયાર થયેલા ફોટો કે વીડિયો હશે તો માત્ર સેવ થશે તેનો ફરીવાર કોઈ સ્ટેટસ કે પોસ્ટ માટે યુઝ થઈ શકશે નહીં.
હિન્દી, અંગ્રેજી, ગુજરાતી કે કોઈ પણ ગૂગલ સપોર્ટ લેંગ્વેજમાં કામ કરવા માટે ગૂગલની પોતાની ફોન્ટ લાયબ્રેરી છે ગૂગલ ફોન્ટ. અહીંયાથી કોઈ પણ ફોન્ટમાં ટાઈપ કરીને કોપી કરીને ગમે ત્યા યુઝ કરો, સિમ્બોલ કે સપોર્ટ ન કરતા હોય એવા પ્લેટફોર્મ ઉપર પણ મસ્ત અક્ષરો દેખાશે.
કોઈ લોગઈનની જફા નહીં, કોઈ જ એકાઉન્ટની જરૂર નહીં. માત્ર યુઝ એન્ડ યુટીલાઈઝ. પ્રોફેશનલ લેટર લખવો છે અને ખબર નથી કે ફોન્ટ ક્યા વાપરવા? ફોન્ટ સ્કિવિરલ પર નજર કરજો, જૂના પત્ર કે બીજા કોઈ ડોક્યુમેન્ટમાં જોવા મળતા ફોન્ટ અહીંયા દેખાશે. અખબારોના જૂના કટિંગ અને એમાં ટેક્સ્ટ વાંચવામાં મુશ્કેલી પડી રહી છે?
ઈમેજ ટુ ટેક્સ્ટ આઈઓ નામની સાઈટ પર એ કટિંગ અપલોડ કરો, પ્રિન્ટ થયેલા ટેક્સ્ટને રો ટેક્સ્ટમાં સરળતાથી રૂપાંતર કરી દેશે. હા, ધ્યાન એટલું રાખવાનું છે કે, વાક્યરચના સેટ કરવા માટે મહેનત કરવી પડશે પણ ડેટા એક્યુરેટ ભેગો થશે. એ પણ રો સ્ટાઈલમાં.
બ્રાંડ, લોગો, સ્ટાઈલ અને બેનરના કલર્સ ઇમ્પ્રેસ કરી ગયા પણ એના જેવો જ કલર શું કામ ઉપયોગ કરો. કલર્સસીઓ પર જઈને એનો એકઝેટ કોડ કોપી કરીને કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકશો. બેગ્રાઉન્ડ બનાવી શકશો.
આઉટ ઓફ બોક્સ
આપણા દેશના શહેરો આકાશમાંથી કેવા દેખાય છે એ જોવા માટે એરવુઝ પર આંટો મારજો. પંખીની પાંખે બેસીને વિહાર કરતા હોય એવું લાગશે.