₹2,000થી વધુના પેમેન્ટમાં શું છે નવો નિયમ?
નવી દિલ્હીઃ આગામી ઑક્ટોબર મહિનાની 15મી તારીખથી UPI થી ₹2000થી વધારે રકમના ટ્રાંઝેક્શન પર જે MDR ચાર્જ લેવાની શરૂઆત થવાની છે, એને લઈ સરકારે તૈયારીઓ કરી લીધી છે. સરકારે અગાઉ પણ એવી ચોખવટ કરી હતી કે, આ માત્ર વેપારીઓ પાસેથી જ વસૂલવામાં આવશે. આ રકમને વેપારીઓ ગ્રાહક પાસેથી વસૂલ કરી શકશે નહીં. વેપારીઓ હવે ગ્રાહક પાસેથી આ રકમ વસુલ ન કરે એ માટે સરકાર હવે ખાસ વૉચ રાખશે. આ માટે સરકારે પેમેન્ટ એગ્રીગેટર્સ સાથે કામ કરવાની એક યોજના તૈયાર કરી છે.
દરેક ટ્રાંઝેક્શન પર રહેશે નજર
આ યોજનામાં સરકારે જે તે દુકાનદાર અને વેપારીને સમજાવીને MDR ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં ન આવે એનું ખાસ ધ્યાન રાખશે. MDRના ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલ કરવામાં ન આવે એ માટે સરકાર કેવી રીતે કામ કરશે એ અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ઉપરાંત ₹2000થી ઓછા UPI ટ્રાંઝેક્શન પર વેલ્યુના 0.15% સુધીની જ સબસીડી મળતી હતી, ઈન્સેન્ટિવ સ્કિમ હવે 15 ઑક્ટોબરથી બંધ કરી દેવામાં આવશે. સરકારના નાણાવિભાગ સાથે જોડાયેલા એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, 15 ઑક્ટોબરથી વેપારીઓના દરેક ટ્રાંઝેક્શન પર નજર રાખવામાં આવશે. ખાસ કરીને જે લોકોના પ્રોફેશનલ કે પેઢીના નામના એકાઉન્ટ છે. જેના દૈનિક ધોરણે વોલ્યુમ વધારે છે એના પર ખાસ નજર રાખવામાં આવશે. મળી આવેલા આંકડાની તુલના અહગાઉના આકડાકીય અહેવાલ સાથે કરવામાં આવશે.
નવું ફ્રેમવર્ક લાગુ પડશે
MDRની અસર ત્યારે જોવા મળશે જ્યારે નવું ફ્રેમવર્ક લાગુ પડી જશે. આ માટેની ખાસ એક અપડેટ આવશે એના પરથી તેનો અંદાજો લગાવી શકાશે. UPI ના ટ્રાંઝેક્શનમાં ખાસ કોઈ ઘટાડો નોંધાય એવી કોઈ શક્યતાઓ નથી. સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં જ NCPIએ એક નવા ફ્રેમવર્ક પર કામ કરવા માટેની એક તૈયારીઓ બતાવી છે. ડિસ્કાઉન્ટ રેટને લઈને એક રીસર્ચ બેઝ ફ્રેમવર્કની જાહેરાત કરી છે. જરૂરી સામાન અને સર્વિસ માટે UPI પેમેન્ટ કરવા પર ₹5 ફ્લેટ ફી પણ લેવામાં આવશે. કોઈ પણ મોટી રકમ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે. કેટલાક કેપિટલ માર્કેટ ટ્રાંઝેક્શન અનુસાર ટકાવારી આધારિત ફી લેવામાં આવશે. OTT અને SIP ઈન્વેસ્ટમેન્ટ પર ખાસ કોઈ પ્રકારની ફી વસૂલ કરવામાં આવશે નહીં. ગત મહિનામાં સરકારે જ્યારે ચાર્જ લેવા માટેનો પહેલો વિચાર કર્યો એ સમયે જ આ ફ્રેમવર્કને લઈ કામ કરવામાં આવ્યું. પેમેન્ટ ઈન્ડસ્ટ્રી આ માટે ઘણા વર્ષોથી માગ કરી રહી હતી.
ગ્રાહકોને કોઈ અસર નહીં થાય
UPI સિસ્ટમ ચલાવવાનો વાર્ષિક ખર્ચ અંદાજે ₹20,000 કરોડ છે. ઉદ્યોગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુધારેલા MDR માળખાથી વાર્ષિક આશરે ₹15,000 કરોડની આવક થવાની અપેક્ષા છે. આ રકમ બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ અને થર્ડ-પાર્ટી એપ્સ વચ્ચે વહેંચવામાં આવશે. MDRની ચુકવણી ગ્રાહકોએ નહીં પરંતુ વિક્રેતાઓએ કરવાની રહેશે અને તે માત્ર 'પર્સન-ટુ-મર્ચન્ટ' (વ્યક્તિથી વેપારી વચ્ચેના) વ્યવહારોને જ લાગુ પડશે. વ્યક્તિઓ વચ્ચેના નાણાંના ટ્રાન્સફર પર કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.