નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કોંગ્રેસ અને વિપક્ષ પર ફરી ગંભીર આરોપ મૂકી ફરી SIRની પ્રક્રિયા અંગે ફરી મહત્ત્વની સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે વિપક્ષ જાણી જોઈને વિવાદ ખોટી જાણકારી અને ખોટા આરોપ અંતર્ગત માહોલ બગાડી રહ્યા છે. અફરાતફરી પેદા કરી રહ્યા છે. ખોટાનો સામનો કરવો અને બંધારણની સંસ્થામાં પ્રજાને વિશ્વાસ અપાવવો અનિવાર્ય છે. એવું કહેવામાં આવે છે કે, યુદ્ધમાં સામાન્ય રીતે પહેલા બલી સત્યની જ ચડે છે. રાજકીય લડાઈમાં પણ આ વાત ઝડપથી સાચી પુરવાર થઈ રહી છે.
ચિંતન કરવાનો આ વિષય છે
પોસ્ટ ટ્રુથ રાજકીય સાર્વજનિક વિચારવિમર્શનો વિષય બની જાય છે. આ યુગમાં ખોટાનો પ્રચાર, હકીકતને ટ્વિસ્ટ કરવી અને ઈમોશનલ અપીલ, પુરતા પુરાવા આટલું હોય એ સત્યના વિષય પર હાવી થઈ જાય છે. તાર્કિક ચર્ચાના બદલે ઉશ્કેરણીજનક બોલી જગ્યા લઈ લે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે મુદ્દાઓ ઊઠાવવામાં આવી રહ્યા છે. માત્ર જનમતને પ્રભાવિત કરવા માટે નહીં પણ લોકતાંત્રિક સંસ્થાની વિશ્વસનીયતાનો ઓછી કરવા માટેનો આ પ્રયાસ છે. એના માટે એની જ પ્રક્રિયાનો ઉપયોગ થઈ રહ્યો છે, જે યોગ્ય નથી. આરોપને વારંવાર ઉલ્લેખીને, વધારીને બોલીને, ખોટી રીતે સાબિત કરીને, પુરાવા વગરની વાત કરીને જ્યારે મુદ્દો ચલાવવામાં આવે તો સૌથી પહેલા બલી સત્યની ચડી જાય.
ભારતની રાજકીય ચર્ચા પણ આ વિષયની પ્રવૃતિથી અછૂતી નથી. વિપક્ષના લોકો ઈરાદાપૂર્વક આક્રોશ પેદા થાય એવું કરે છે. જેની કોઈ જરૂર નથી. ખોટો પ્રચાર કરી રહ્યા છે. અરાજકતા ફેલાવવા ખોટી સૂચનાને હથિયાર બનાવી રહ્યા છે. તેનો ઉપયોગ કરી રહ્યા છે. પોતાના સ્વાર્થ માટે રાજકીય હિતને રાષ્ટ્રીય હિતથી પણ ઉપર રાખી રહ્યા છે.
માત્ર ટીકા કરવાનો હેતુ નથી
આ લેખનો હેતુ માત્ર વિપક્ષની ટીકા કરવાનો નથી, ન તો દાવાબાજી કરવાનો છે. બંધારણીય સંસ્થાની કોઈ રીતે ટીકા કર ના શકાય. લોકતંત્રમાં અસહમતી હોવાની વાત ખોટી નથી પણ એનો અર્થ એ નથી કે, મુદ્દો જ ખોટો સાબિત કરી દેવામાં આવે. જુઠ્ઠાણું ફેલવવા માટેની છૂટ મળી જાય. સારી પોલિસી માટે અસહમતી જરૂરી છે, એમાં કંઈ ખોટું નથી. પણ જનવિશ્વાસ પર સતત અને ખોટી રીતે હુમલા કરવા એ યોગ્ય નથી. તથ્યોની તપાસ સામે ટકી ન શકે એવા આરોપ લગાવીને કામ કરવું યોગ્ય નથી.
રાજનાથથી એક મીડિયા માટે લખેલા આર્ટિકલના વિષય પર ચર્ચા કરતા આ વાત કહી હતી. આ વાત એવા સમયે સામે આવી છે જ્યારે વિપક્ષ ચૂંટણી કમિશનરના રાજીનામા પર અડગ છે. આ વિષય પર રાજનાથ સિંહે અસહમતી સ્વીકાર્ય પણ જે ખોટું છે, પાયાવિહોણું છે એને કોઈ રીતે પ્રજા પર થોપી ન શકાયે એવી વાત સમજાવી છે.