Sun Sep 27 2026

Logo

રાજકોટમાં અન્ડર-19 ટીમે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતી લીધીઃ યશબર્ધનની સેન્ચુરી

2026-09-21 19:21:00
Author: Ajay Motiwala
રાજકોટમાં અન્ડર-19 ટીમે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝ જીતી લીધીઃ યશબર્ધનની સેન્ચુરી

રાજકોટઃ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અન્ડર-19 વન-ડે સિરીઝ ચાલે છે જેમાંની ત્રણમાંથી પહેલી બન્ને મૅચ જીતીને ભારતની અન્ડર-19 ટીમે ટ્રોફી પર કબજો કરી લીધો છે.

નાગાલૅન્ડના યશબર્ધન ચૌહાણ (Chauhan) નામના રાઇટ-હૅન્ડ ઑલરાઉન્ડરે સોમવારે બીજી મૅચમાં 100 બૉલમાં બે છગ્ગા અને 15 ચોગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા અને તથા વી. કે. વિનીતે 87 રન કર્યા હતા. તેમણે 50 ઓવરમાં ભારતને 7/341નું વિનિંગ ટોટલ અપાવ્યું હતું.

ભારતે 342 રનનો લક્ષ્યાંક આપ્યા પછી ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમ 239 રનમાં ઑલઆઉટ થઈ જતાં લક્ષ્ય રાયચંદાનીની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે 102 રનથી વિજય મેળવ્યો હતો. રાહુલ દ્રવિડનો વિકેટકીપર-પુત્ર અન્વય દ્રવિડ (Anvay Dravid) અને વીરેન્દરે સેહવાગનો દીકરો આર્યવીર સેહવાગ આ સિરીઝમાં રમે છે.

બન્ને દિગ્ગજના પુત્રો સોમવારની મૅચમાં સાધારણ રમ્યા હતા, પણ શુક્રવારની પ્રથમ મૅચમાં જુનિયર દ્રવિડે 38 રન અને જુનિયર સેહવાગે 28 રન બનાવ્યા હતા અને ભારતની એ જીતમાં તેમનું ઉપયોગી યોગદાન હતું.