Mon May 04 2026

Logo

સરકારી ટેન્ડરમાં નફાને બહાને બિઝનેસ કન્સલ્ટન્ટ પાસેથી 98 લાખ પડાવ્યા

1 hour ago
Author: Yogesh C Patel
Article Image

થાણે: સરકારી ટેન્ડરમાં સારો નફો અપાવવાની લાલચે બે આરોપીએ થાણેના બાવન વર્ષના બિઝનેસ કન્સલ્ટન્ટ સાથે 98 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હતી.

ફરિયાદીને ઓળખતા બન્ને આરોપીએ તે બે કંપનીના માલિક હોવાનો દાવો કર્યો હતો. આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે તેમને ઈલેક્ટ્રોનિક્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ મારફત ઉત્તર પ્રદેશ સરકારના મોબાઈલ ફોન સપ્લાયના ટેન્ડર પ્રાપ્ત કર્યા છે. આમાં રોકાણ કરવા પર સારો નફો મળવાની લાલચ ફરિયાદને અપાઈ હતી.

આરોપીની વાતોમાં આવી એપ્રિલથી ડિસેમ્બર, 2025 દરમિયાન ફરિયાદીએ 98 લાખ રૂપિયા આરોપીએ આપેલા બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા, એવું ચિતળસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

જોકે બાદમાં આરોપીએ નફાની રકમ ચૂકવી નહોતી અને મૂળ રોકાણ પાછું કરવામાં પણ ઉડાઉ જવાબ આપ્યા હતા. આરોપીએ ફરિયાદના કૉલ્સ રિસીવ કરવાનું પણ ટાળ્યું હતું. આખરે પોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ફરિયાદને આધારે ચિતળસર પોલીસે પહેલી મેના રોજ કોલકતામાં રહેતા બન્ને આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 316(2) અને 3(5) હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)