Thu Apr 30 2026

Logo

10 કરોડના ઈયરરિંગ્સ, ડિઝાઈનર ગાઉનઃ ઈશા અંબાણીના રોયલ અંદાજ સામે ફીક્કી લાગી પોપસ્ટાર રિહાના, યુઝર્સે કહ્યું...

7 hours ago
Author: Darshana Visaria
Article Image

અંબાણી પરિવારનો દરેક સદસ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે અને એમાં પણ ખાસ કરીને અંબાણી લેડિઝ તો ખાસ. હાલમાં જ મુંબઈમાં આયોજિત એક ઈવેન્ટમાં અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણી અને જાણીતી પોપસ્ટાર, હોલીવૂડ સિંગર રિહાના સાથે જોવા મળ્યા હતા. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ઈશા અંબાણીના લૂક સામે રિહાના ઝાંખી પડી ગઈ હતી. આ ઈવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ચાલો તમને જણાવીએ શું છે ખાસ આ વીડિયોમાં... 

મળતી માહિતી અનુસાર મુંબઈમાં આયોજિત 'ફેન્ટી બ્યુટી' (Fenty Beauty)ના લોન્ચ ઈવેન્ટમાં ઈશા અંબાણી એકદમ રોયલ અને ડિસેન્ટ લુક કેરી કરીને પહોંચી હતી. ઈશાના આ લૂકની ચોમેર ચર્ચા થઈ રહી છે. રિલાયન્સની 'ટિરા' બ્યુટી અને 'સેપોરા' દ્વારા આ બ્રાન્ડને ઓફિશિયલી લોન્ચ કરવામાં આવી હતી, જેમાં ઈશા અંબાણી અને હોલીવુડ સિંગર રિહાના સાથે જોવા મળ્યા હતા. 

મુંબઈના આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટમાં ઈશા અંબાણીની ક્લાસી સ્ટાઈલ સામે ઈન્ટરનેશનલ સ્ટાર રિહાનાનો લુક પણ ઝાંખો પડતો દેખાયો હતો. વાત કરીએ ઈશા અંબાણીના લૂકની તો આ સમયે ઈશા અંબાણીએ 'ડાયોર' બ્રાન્ડનું બેબી બ્લુ કલરનું ગાઉન પસંદ કર્યું હતું, જેના પર સુંદર ફ્લોરલ અને સિક્વન્સ વર્ક કરવામાં આવ્યું હતું.

 

ઈશાના આ ગાઉનમાં એક લાંબી બ્લેક બો પણ લગાવવામાં આવી હતી, જે તેના લુકને વધુ સોફિસ્ટિકેટેડ બનાવતી હતી. જોકે ઈશા અંબાણીના ગાઉન કરતાં પણ ઈશાએ પહેરેલા ઓવલ કટ ડાયમંડ ઈયર રિંગ્સની ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ ઈયરરિંગ્સની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયા જેટલી છે.

ઈશાના આઉટફિટ અને જ્વેલરીની વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ ઈશાના મેકઅપની તો ઈશાએ આ સુંદર આઉટફિટ અને જ્વેલરી સાથી કોઈ પણ પ્રકારનો હેવી જ્વેલરી કે ભપકાદાર મેકઅપને બદલે મિનિમલ મેકઅપ અને લૂઝ હેર સ્ટાઈલ સાથે પોતાનો લુક સિમ્પલ અને રોયલ રાખ્યો હતો. તમે પણ આ ઈવેન્ટના ફોટો અને વીડિયો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો... 

ઈશા અંબાણીની આ ઈવેન્ટમાં પોપસ્ટાર રિહાના પણ પહોંચી હતી. બંનેની આ મુલાકાતના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ઈશા અને રિહાનાએ સાથે મળીને આ બ્રાન્ડને લોન્ચ કરી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો રિહાનાના હેવી ઈયરકફ કરતા ઈશાના ઈયરિંગ્સની વધુ પ્રશંસા કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણી સામે તો પોપસ્ટાર રિહાના પણ ઝાંખી પડી ગઈ છે.