Sat May 02 2026

Logo

કોણ છે રાહુલ રોય સાથે વાયરલ થયેલી આ 'દેશી ગર્લ'? જાણો સાંગલીની વનિતા ઘાડગે દેસાઈના રાતોરાત સ્ટાર બનવાનું રહસ્ય...

1 day ago
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો જમાનો છે અને સેલિબ્રિટીઝથી લઈને સર્વ સામાન્ય નાગરિકો પણ સોશિયલ મીડિયો છૂટથી ઉપયોગ કરે છે. હાલમાં જ બોલીવૂડના વીતેલા જમાનાના સુપરસ્ટાર ગણાતા એક્ટર રાહુલ રોયનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાહુલ રોય કોઈ મિસ્ટ્રી વુમન સાથે રોમેન્ટિક સોન્ગ પર ડાન્સ કરી રહ્યો છે. વીડિયો વાઈરલ થતાં જ ફેન્સને એ જાણવાની તાલાવેલી થઈ રહી છે કે આખરે રાહુલ રોય સાથે જોવા મળી રહેલી આ મહિલા છે કોણ? ચાલો આજે તમને આ સ્ટોરીમાં આ વિશે જણાવીએ... 

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જે સામાન્ય વ્યક્તિને પણ રાતોરાત સેલિબ્રિટી બનાવી શકે છે. અત્યારે આવું જ કંઈક મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની વતની વનિતા ઘાડગે દેસાઈ સાથે થઈ રહ્યું છે. આ એ જ મિસ્ટ્રી વુમન છે કે બોલીવૂડ એક્ટર રાહુલ રોય સાથે જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને રીલ્સ અત્યારે જબરદસ્ત વાઈરલ થઈ રહ્યા છે. જોકે, કેટલાક લોકો આ વીડિયોને ટ્રોલ પણ કરી રહ્યા છે. ટ્રોલર્સને રાહુલ રોય દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી છે. 

વાત કરીએ કોણ છે વનિતા ઘાડગે દેસાઈ એની તો વનિતા મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની રહેવાસી અને એક કન્ટેન્ટ ક્રિએટર છે. તે વર્ષ 2024થી ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને સતત મનોરંજક વીડિયો બનાવી રહી છે. વનિતાના વીડિયોની ખાસિયત તેની સાદગી અને તેના ચહેરા પરના કુદરતી એક્સપ્રેશન્સ છે, જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

વનિતાની લોકપ્રિયતામાં ત્યારે મોટો ઉછાળો આવ્યો જ્યારે તેણે 'આશિકી' ફેમ બોલિવૂડ અભિનેતા રાહુલ રોય સાથે રીલ્સ બનાવવાનું શરૂ કર્યું. આશિકી ફિલ્મના ગીતો પર રાહુલ રોય સાથે તેની જુગલબંધી જોઈને યુઝર્સ મંત્રમુગ્ધ થઈ ગયા છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિમાં શૂટ થયેલા આ વીડિયોઝમાં વનિતાની નિર્દોષ એક્ટિંગે લોકોને જૂની ફિલ્મોની યાદ અપાવી દીધી છે.

વનિતાના વીડિયોઝ પર લાખોની સંખ્યામાં વ્યુઝ અને લાઈક્સ આવી રહ્યા છે. ઘણા યુઝર્સ તેને 'નેચરલ એક્ટ્રેસ' તરીકે ઓળખાવી રહ્યા છે, તો કેટલાક લોકો તેની સાદગીના વખાણ કરી રહ્યા છે. 2024થી શરૂ થયેલી તેની આ સફર આજે તેને બોલીવૂડ સેલિબ્રિટીઝ સાથે સ્ક્રીન શેર કરવા સુધી લઈ આવી છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...