Sun May 03 2026

Logo

અક્ષય કુમારની ‘ભૂત બંગલા’એ 211 કરોડની કમાણી કરી પ્રભાસની ‘ધ રાજા સાહબ’ને પછાડી

1 day ago
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને રિલીઝ થયાને 2 અઠવાડિયા થઈ ગયા છે અને હજી પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર લોકોને ખેંચી રહી છે. રિલીઝ થયાને 16 દિવસ બાદ પણ થિયેટરમાં પકડ જમાવી રાખી છે. કમાણીની વાત કરવામાં આવે તો, 200 કરોડથી પણ વધારે કમાણી કરી લીધી છે. ‘ધુરંધર 2’ના તુફાન વચ્ચે 17 તારીખે ‘ભૂત બંગલા’ રિલીઝ થઈ હતી. અત્યારે આ ફિલ્મ આ વર્ષની પાંચમી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. 

‘ભૂત બંગલા’એ 16 દિવસમાં 211 કરોડ રૂપિયા

કમાણીના આંકડાની વાત કરવામાં આવે તો, આ ‘ભૂત બંગલા’ ફિલ્મ શુક્રવારે 4.50 કરોડનો વેપાર કર્યો હતો. આ સાથે ભારતમાં ‘ભૂત બંગલા’ની કમાણી 157.55 કરોડ સુધી પહોંચી ગઈ છે. વર્લ્ડ વાઈડ આંકડાની વાત કરીએ તો ફિલ્મ 211 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મે સાઉથના સુપરસ્ટાર પ્રભાસની હોરર કોમેડી ફિલ્મ ‘ધ રાજા સાહબ’ને પણ પાછળ છોડી દીધી છે. 400 કરોડના બજેટની ફિલ્મ‘ધ રાજા સાહબ’એ માત્ર 208 કરોડનો કારોબાર કર્યો હતો.

‘ભૂત બંગલા’એ 16 દિવસમાં 211 કરોડ રૂપિયા છાપ્યા

‘ધ રાજા સાહબ’ સામે ‘ભૂત બંગલા’એ રેકોર્ડ તોડી દીધો છે. કારણ કે, 120 કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ ‘ભૂત બંગલા’એ 16 દિવસમાં 211 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એટલે હોરર કોમેડી ફિલ્મમાં પ્રભાસ કરતા અક્ષય કુમારનો જાદુ બોક્સ ઓફિસ પર વધારે ચાલ્યો છે. દર્શકોને આકર્ષીત કરવામાં અક્ષય કુમાર સફળ સાબિત થયો છે. આ ફિલ્મે અક્ષયની ફિલ્મનો પણ રેકોર્ડ તોડી દીધો છે. ‘ભૂત બંગલા’ અક્ષય કુમારની જ ફિલ્મ ‘જોલી એલએલબી 3’ અને ‘સ્કાય ફોર્સ’ કરતા પણ વધારે કમાણી કરી છે. 

14 વર્ષ પછી સાથે જોવા મળ્યા અક્ષય કુમાર અને પ્રિયદર્શન

આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરવામાં આવે તો, ફિલ્મ નિર્માતા પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે પરેશ રાવલ, તબ્બુ, રાજપાલ યાદવ, અસરાની અને વામિકા ગબ્બી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ હોરર-કોમેડી ફિલ્મનું નિર્માણ અક્ષય કુમાર, એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા બાલાજી ટેલિફિલ્મ્સ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, અક્ષય કુમાર-પ્રિયદર્શન જોડી 14 વર્ષ પછી સાથે જોવા મળી છે. આ ફિલ્મ ચાલી તેની પાછળ આ જોડી પણ એક કારણ છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શન 14 વર્ષ પહેલા  2014માં આવેલી ખટ્ટા મીઠા ફિલ્મમાં સાથે જોવા મળ્યાં હતાં.