વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ વોરની શરૂઆત કરવાના સંકેત આપ્યા છે. જેમાં યુરોપિયન યુનિયનને ટ્રેડ ડીલના ભંગ બદલ ચેતવણી આપી છે. તેમજ આગામી સપ્તાહથી અમેરિકાના યુરોપિયન વાહનો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમજ કહ્યું છે આનાથી બચવાનો એક માત્ર ઉપાય અમેરિકામાં તેનું ઉત્પાદન કરવું છે.
યુરોપથી આવતા વાહનો પર ભારે આયાત ટેરિફ લાદશે
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો યુરોપિયન યુનિયન તેમની સાથે થયેલા ટ્રેડ ડીલની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો અમેરિકા યુરોપથી આવતા વાહનો પર ભારે આયાત ટેરિફ લાદશે. રાષ્ટ્રપતિએ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ યુરોપિયન યુનિયન દ્વારા તેની પ્રતિબદ્ધતાઓનું પાલન કરવામાં નિષ્ફળતા માનવામાં આવી રહ્યું છે.
Trump says he will raise tariffs to 25% on cars and trucks from the European Union starting next week.
— Republicans against Trump (@RpsAgainstTrump) May 1, 2026
More taxes on Americans. Great. pic.twitter.com/S6XVuJChbP
યુરોપિયન યુનિયન ટ્રેડ ડીલનું પાલન નથી કરી રહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ પર આ મોટા આર્થિક નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, "મને એ જાહેરાત કરતા ખુશી થાય છે કે આવતા અઠવાડિયે હું યુરોપિયન યુનિયનથી અમેરિકામાં પ્રવેશતી કાર અને ટ્રક પર લાદવામાં આવેલા ટેરિફમાં વધારો કરવા જઈ રહ્યો છું. ટેરિફ 25 ટકા સુધી વધારવામાં આવશે. યુરોપિયન યુનિયન અમારા સંપૂર્ણપણે ટ્રેડ ડીલનું પાલન નથી કરી રહ્યું.