Sun May 03 2026

Logo

ટ્રમ્પે NATO દેશોને આપી ચેતવણી! કહ્યું - ‘ઈરાન પાસે પરમાણુ હથિયાર હશે તો દુનિયા જોખમમાં મુકાશે’

Newyork   1 day ago
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્ક: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશો સામે વૈશ્વિક સુરક્ષા મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા દેવામાં આવશે નહીં. ટ્રમ્પના મતે, જો ઈરાન પાસે પરમાણુ શક્તિ આવશે તો તે સૌ પ્રથમ ઈઝરાયેલ, ત્યારબાદ મધ્ય પૂર્વ અને યુરોપ પર હુમલો કરશે, અને અંતે અમેરિકા તેનો શિકાર બનશે. એટલે ઈરાનને પરમાણુ હથિયાર ના આપવા માટે ચેતવણા આપી છે. 

ઈરાનની નૌકાદળ શક્તિ શૂન્ય: ટ્રમ્પનો દાવો

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો કે, તાજેતરના સંઘર્ષમાં ઈરાનને ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું, "ઈરાન પાસે 159 જહાજો છે અને અત્યારે દરેક જહાજ સમુદ્રના તળિયે ડૂબી ગયું છે." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ઈરાન અપેક્ષિત સમજૂતીનું પાલન નથી કરી રહ્યું, તેથી અમેરિકા કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાને બદલે લાંબાગાળાના ઉકેલ પર ભાર મૂકશે. આ નિવેદન આપીને ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક ફલક પર ઈરાનની મજાક ઉડાવી છે. 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની મજાક ઉડાવી

ઈરાન મુદ્દાની સાથે ટ્રમ્પે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પર પણ નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે ફ્રાન્સ પર 250% ટેરિફ ઝીંકવાની ધમકી આપી હતી, જેના કારણે મેક્રોન દવાઓની ઊંચી કિંમતો સ્વીકારવા મજબૂર થયા હતા. ટ્રમ્પની આ ટિપ્પણીથી રાજદ્વારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઈરાન અમારી અપેક્ષા મુજબના કરારનું પાલન કરી રહ્યું નથી; અમે તેને યોગ્ય રીતે જવાબ આપીશું.

પેટ્રોલની વધતી કિંમતો અને પરમાણુ મુક્ત વિશ્વ પર ભાર

વધતી જતી તેલની કિંમતો પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે સ્વીકાર્યું કે પેટ્રોલના ભાવ અત્યારે ઊંચા છે, પરંતુ તેમણે આશા જતાવતા કહ્યું કે, "જ્યારે આ બધું શાંત થશે, ત્યારે તમારી પાસે પરમાણુ હથિયારો વિનાનું ઈરાન અને સુરક્ષિત વિશ્વ હશે." તેમણે કોંગ્રેસને સત્તાવાર જાણ કરી છે કે સશસ્ત્ર દળોની હાજરી હોવા છતાં, તેઓ ઈરાન સાથેના યુદ્ધને 'સમાપ્ત' માને છે, જોકે કોઈ નવો સોદો થશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા છે.