Fri Apr 17 2026

Logo

ઇરાને શાંતિ મંત્રતા પૂર્વે મૂકી બે શરતો, કહ્યું આ સ્વીકારાશે તો જ વાતચીત સંભવ

islamabad   5 days ago
Author: Chandrakant Kanoja
Article Image

ઇસ્લામાબાદ: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ દરમિયાન પણ તણાવ ચાલુ છે. જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પાકિસ્તાનના ઇસ્લામાબાદ બે દેશોના પ્રતિનિધીઓ વચ્ચે યોજાવાની છે. જેની માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ પણ પાકિસ્તાન પહોંચ્યા છે.જોકે, ઈરાને જણાવ્યું છે કે જો અમેરિકા તેની બે શરતો સ્વીકારે તો જ શાંતિ મંત્રણા થશે.

અમેરિકાએ ઇરાનની બે મુખ્ય શરતો સ્વીકારવી પડશે

આ અંગે ઈરાન સંસદના સ્પીકર મોહમ્મદ ગાલિબાફે જણાવ્યું છે કે, શાંતિ મંત્રણા પૂર્વે  અમેરિકાએ ઇરાનના અધિકારોને સ્વીકારવા પડશે. ઈરાને ભારપૂર્વક જણાવ્યું છે કે અમેરિકાએ  તેની બે મુખ્ય શરતો સ્વીકારવી પડશે. આમાં જપ્ત કરાયેલી ઇરાની સંપત્તિને મુક્ત કરવાની માંગ અને લેબનોનમાં સંપૂર્ણ યુદ્ધવિરામનો સમાવેશ થાય છે.

ઇરાનનું પ્રતિનિધીમંડળ ઇસ્લામાબાદ પહોંચ્યું 

અમેરિકા સાથે શાંતિ મંત્રણામાં ભાગ લેવા માટે એક ઉચ્ચ સ્તરીય ઈરાની પ્રતિનિધિમંડળ પાકિસ્તાન પહોંચ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિબાફના નેતૃત્વમાં અને વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચી સહિત એક ઉચ્ચ સ્તરીય ઈરાની પ્રતિનિધિમંડળ શુક્રવારે મોડી રાત્રે ઇસ્લામાબાદ પહોંચ્યું હતું. 

અમેરિકાનું પ્રતિનિધિમંડળ પણ ઇસ્લામાબાદ પહોંચ્યું

જ્યારે અમેરિકાનું  પ્રતિનિધિમંડળ પણ ઇસ્લામાબાદ પહોંચ્યું છે. જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ, ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરનો સમાવેશ થશે. વ્હાઇટ હાઉસ અનુસાર  વોશિંગ્ટન અને તેહરાન શનિવારે સવારે સ્થાનિક સમય મુજબ ઇસ્લામાબાદમાં તેમની પ્રથમ બેઠક યોજશે.