Mon May 04 2026

Logo

ગુજરાતની MSME ક્ષેત્રે હરણફાળ, 30 લાખથી વધુ નોંધણી સાથે દેશના ટોચના 5 રાજ્યોમાં સ્થાન

1 month ago
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર : ગુજરાત રાજ્ય આજે ઉદ્યોગ અને સાહસિકતાના ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહ્યું છે. દેશમાં સૌથી વધુ MSME ઉદ્યમ રજીસ્ટ્રેશન ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાતે પ્રથમ 5 રાજ્યોમાં સ્થાન મેળવી પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. હાલમાં રાજ્યમાં કુલ 30  લાખથી વધુ MSME એકમોએ ઉદ્યમ નોંધણી કરાવી છે. દેશના સૌથી વધુ નોંધણી ધરાવતા પ્રથમ 10 જિલ્લાઓમાં ગુજરાતના અમદાવાદ અને સુરત જિલ્લાનો સમાવેશ થાય છે.

વિવિધ પ્રકારની આર્થિક અને માળખાકીય સહાય

આત્મનિર્ભર ગુજરાત સ્કીમ-2022  હેઠળ વ્યાપક સહાય રાજ્યના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે 'આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્સ ટુ એમએસએમઈ-2022 ' અમલમાં છે. આ યોજના હેઠળ ઉદ્યોગ સાહસિકોને વિવિધ પ્રકારની આર્થિક અને માળખાકીય સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે, કેપિટલ અને વ્યાજ સહાય, નેટ SGST અને EPF રીઈમ્બર્સમેન્ટ, -ERP,ક્વોલીટી સર્ટીફીકેશન અને ZED સર્ટીફીકેશન સહાય, ટેક્નોલોજી એક્વીજીશન અને પેટન્ટ રજીસ્ટ્રેશન માટે મદદ અને ઔદ્યોગિક પ્રદર્શનો, પ્લોટ-શેડ અને ભાડા સહાય જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે.

5094 ક્લેઈમ અરજીઓ મંજૂર કરવામાં આવી

વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે પણ ગુજરાત સરકાર રાજ્યના ઉદ્યોગોની પડખે ઊભી રહી છે.  ઉદ્યોગોને સમયસર નાણાકીય સહાય મળી રહે તે માટે તંત્ર કાર્યરત છે. ફેબ્રુઆરી 2026  બાદ  MSME એકમોની 5094  ક્લેઈમ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આમ MSME સહિત ઉદ્યોગોને કુલ ₹ 2310.91 કરોડની સહાયનું વિતરણ કરીને રાજ્ય સરકારે ઉદ્યોગોને આર્થિક બળ પૂરું પાડ્યું છે.

આ મોટા કદના ઉદ્યોગોને પણ 'આત્મનિર્ભર ગુજરાત યોજના 2022 ' અને 'ઔદ્યોગિક નીતિ 2020 ' હેઠળ સતત પ્રોત્સાહન આપીને ગુજરાતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.