Wed Nov 04 2026

Logo

ઓમર અબ્દુલ્લા અને તેમના પત્ની છૂટાછેડા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

2026-07-31 16:19:14
Author: Chandrakant Kanoja
ઓમર અબ્દુલ્લા અને તેમના પત્ની છૂટાછેડા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને અલગ રહેતી પત્ની પાયલ અબ્દુલ્લા છૂટાછેડા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમની વચ્ચે લાંબા સમય ચાલતો વૈવાહિક વિવાદ હવે સમાધાન સુધી પહોંચ્યો છે. 

વિવાદ બાદ બંને સ્વતંત્રતા થવા ઇચ્છે છે

આ અંગે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલતા વિવાદ બાદ બંને સ્વતંત્રતા થવા  ઇચ્છે છે અને બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડાના હુકમની વિનંતી કરી છે.

કલમ 142  હેઠળ અરજી દાખલ

આ ઉપરાંત કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે,  ઓમર અબ્દુલ્લા અને પાયલ અબ્દુલ્લાએ તમામ મુદ્દાઓ પર સંમતિ સધાઈ છે. સિબ્બલે બેન્ચને કહ્યું કે બધા મુદ્દાઓ પર સંમતિ સધાઈ ગઈ છે. કલમ 142  હેઠળ અરજી દાખલ કરવામાં આવી છે. હવે કોર્ટ છૂટાછેડા આપી શકે છે.

લગ્ન 1 સપ્ટેમ્બર 1994ના રોજ થયા હતા 

ઓમર અબ્દુલ્લા અને પાયલ અબ્દુલ્લાના લગ્ન 1 સપ્ટેમ્બર, 1994 ના રોજ થયા હતા. તેમને બે પુત્રો છે. જોકે, તેઓ 2009 થી અલગ રહે છે અને છેલ્લા 17  વર્ષથી તેમના વૈવાહિક સંબંધોમાં તણાવ ચાલતો હતો.  જેની બાદ તેમણે હવે  છૂટાછેડા લાવવાનો નિર્ણય લીધો છે.