Sat Sep 05 2026

Logo

ફરી નીતીશ કુમારનો વીડિયો વાયરલ, મહિલાઓને કહ્યું, ક્યાં ભાગી રહ્યા છો, અરે રુકો

2026-03-17 20:47:33
Author: Mumbai Samachar Team
ફરી નીતીશ કુમારનો વીડિયો વાયરલ, મહિલાઓને કહ્યું, ક્યાં ભાગી રહ્યા છો, અરે રુકો

બાંકાઃ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર સમૃદ્ધિ યાત્રા અંતર્ગત બાંકા જિલ્લાના કટોરિયાની મુલાકાતે પહોંચ્યા હતા. વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા હતા એ સમયે કેટલીક મહિલાઓ સભા છોડને ચાલી ગઈ હતી.આ ચિત્ર જોઈને નીતીશકુમારે એમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. નીતીશકુમાર જ્યારે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા એ દરમિયાન કેટલીક મહિલાઓ ખુરશી છોડીને, કાર્યક્રમમાંથી બહાર જઈ રહી હતી.

કાર્યક્રમની જોરશોરથી ચર્ચા

આ ઘટનાની નોંધ લઈને મુખ્યમંત્રી નીતીશકુમારે એમને રોકવાનો પ્રયાસ કર્યો અને કહ્યું હતું કે, ક્યાં ભાગી રહ્યા છો, હમણા જ વાત કરૂ અહીં રોકાઈ જાવ.હવે તમારા માટે જ બોલવાનું શરૂ કર્યું છે. પહેલા તો અહીંયા જ બેસી રહ્યા હતા હવે કેમ કાર્યક્રમ છોડીને જઈ રહ્યા છો?અહીંયા મહિલાઓની સંખ્યા પણ વધારે છે.

મહિલાઓના સન્માનની વાત કરીશ, સૌથી વધારે મહિલાઓના વિષય પર વાતચીત કરીશ.મુખ્યમંત્રીના આ સંબોધન બાદ સભામાં રહેલા લોકો વચ્ચે હલચલ વધી ગઈ અને લોકો માટે હાસ્યાસ્પદ માહોલ બની ગયો હતો. કેટલીક મહિલાઓ રોકાઈ ગઈ અને ફરી પોતાનું સ્થાન લઈને સભા સાંભળવા લાગી હતી.આ કાર્યક્રમની જોરશોરથી ચર્ચા થવા લાગી છે. 

પહેલીવાર નથી બન્યું

સ્થાનિકોએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીનો આવો અંદાજ અલગ હતો પણ સહજ હતો. આનાથી કાર્યક્રમમાં એક હળવાશ આવી અને માનવીય પહેલું પણ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા અને સ્થાનિકો આવ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં મહિલા શક્તિકરણ અને સામાજિક ભાગીદારી પર વાતચીત કરી હતી.

નીતીશકુમારની સભામાં આવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા બેગુસરાયમાં યોજાયેલી સમૃદ્ધિ યાત્રામાં નીતીશકુમારની સભામાં આવું બન્યું હતું. ભાષણ શરૂ થયું અને કેટલીક મહિલાઓએ ચાલતી પકડી હતી.એ પછી તેઓ હળવા અંદાજમાં બોલ્યા હતા કે, બોલવાનું બંધ કરી દઉં...છોડી દઉ? કામ કરવાનું બંધ કરી દઉં?