Thu Apr 23 2026

Logo

બીકેસીની ભીડ ઓછી કરવા ભારતની પહેલી ડ્રાઈવરલેસ પોડ ટૅક્સી સિસ્ટમનો શિલાન્યાસ

2026-04-07 22:50:11
Author: Sapna Desai
Article Image

Artificial Intelligence (AI) generated image


પહેલા તબક્કામાં પોડ ટેક્સી સુવિધા ૧૦ મહિનામાં ઉપલબ્ધ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈના અત્યંત વ્યસ્ત વિસ્તાર ગણાતા બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ(બીકેસી)માં પોડ ટેક્સી પ્રોજેક્ટનું મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભૂમિપૂજન કર્યું હતું. કુર્લા અને બીકેસી વચ્ચે વિકસાવવામાં આવી રહેલી  ડ્રાઈવર વગરની પોડ ટેક્સીનો પ્રોજેક્ટ એક ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે, જેમાં મુંબઈગરાને  પ્રતિકલાકની ૪૦ કિલોમીટરની ઝડપે  દોડનારી પોડ ટેક્સીની સુવિધા ઉપલબ્ધ થવાની છે.

મંગળવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું એ દરમ્યાન  તેમણે કહ્યું હતું કે મુંબઈના અત્યંત વ્યસ્ત કમર્શિયલ વિસ્તારમાં ૨૦૩૧ની સાલ સુધીમાં પોડ ટેક્સીનુંં નેટવર્ક ૮.૮૫ કિલોમીટરથી વધુ રહેશે અને ૨૨ સ્ટેશન સુધી વિસ્તારવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી તમામ મંજૂરીઓ મળી ગઈ છે. ટ્રાફિફ ઘટાડવાની સાથે જ મુસાફરીનો સમય બચાવવાની સાથે જ પર્યાવરણને અનુકૂળ એવી પોડ્સ ટેકસીમાં ૨૦૩૧ સુધીની દરરોજ ૧.૦૯ લાખથી  વધુ મુસાફરો પ્રવાસ કરશે એવો અંદાજો છે.

આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર અને એમએમઆરડીએ પર કોઈ પણ નાણાકીય બોજ વિના પબ્લિક-પ્રાઈવેટ પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણ પર અમલમાં મૂકવામાં આવશે અને તેનાથી સરકારને આવક પણ ઊભી થશે.

૧૫ સેકેન્ડમાં સ્થાને પહોંચાડશે
આ સિસ્ટમમાં રૂટમાં લગભગ ૨૦૦ મીટરના અંતરે ૨૨ એર કન્ડિશન્ડ સ્ટેશન હશે, દરેક પોડ છ મુસાફરને લઈ જવા માટે રહેશે. ડ્રાઈવરલેસ એઆઈ-આધારિત પોડ્સ સમર્પિત ગાઈડલાઈન પર બેટરી પાવર પર તે ચાલશે. દરેક પોડ્સ ટેક્સી ૪૦ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે મુસાફી કરશે , જેમાં ફક્ત ૧૫ સેકેન્ડનો સમય લાગશે. આ ટેક્સી મુસાફરો દ્વારા પસંદ કરાયેલા સ્ટેશન પર જ હોલ્ટ કરશે, તેથી ઝડપી અને વધુ કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉપલબ્ધ થશે.

 

પહેલા તબક્કામાં કુર્લા-બાન્દ્રા વચ્ચે ટેક્સી
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેલવપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા કુર્લા અને બીકેસી વચ્ચે પોડ ટૅક્સી પ્રોજેક્ટ અમલમાં મૂૂકવામાં આવવાનો છે. પહેલા તબક્કામાં ઓટોમેટેડ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કુર્લા અને બાન્દ્રા પૂર્વ વચ્ચે ૩.૩૬ કિલોમીટરના પટ્ટામાં દોડશે, જેમાં બાન્દ્રા પૂર્વ, કલાનગર, એમએમઆરડીએે ઓલ્ડ બિલ્િંડગ, એક્સાઈસ વિભાગ, ભારત ડાયંડ બુર્સ ગેટ નંબર ૧૧, એમએમઆરડીએ પૅ ઍન્ડ પાર્ક, એલબીએસ રોડ અને કુર્લા ખાતે આઠ સ્ટેશનો રહેશે. આ રૂટ મુખ્યત્વે કમર્શિયલ સેન્ટરને જોડવા માટે બનાવવામાં આવ્યો છે. એ સાથે જ બાન્દ્રા અને કુર્લા ઉપનગરીય રેલવે સ્ટેશનને પણ જોડશે. સાથે જ આ સિસ્ટમ બીકેસી ખાતે મેટ્રો લાઈન-૩ અને આઈટીઓ અને આઈએલ એન્ડ એફએસ સ્ટેશન પર મેટ્રો લાઈન ટૂ-બી સાથે સંકલિત થશે, જે શહેરના મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ નેટવર્કને મજબૂત બનાવશે. પોડ્સ ટેકસી માટે એક ડેપો પણ બનાવવામાં આવવાનો છે.