Mon Aug 31 2026

Logo

એશિયા પેસિફિક દેશોમાં એઆઈની તેજીથી વૃદ્ધિને પ્રોત્સાહન, પરંતુ ભૂરાજકીય અને વેપારી અવરોધોનાં આંચકાના પડકારોઃ મૂડીઝ

2026-08-25 19:29:00
Author: Ramesh Gohil
એશિયા પેસિફિક દેશોમાં એઆઈની તેજીથી વૃદ્ધિને પ્રોત્સાહન, પરંતુ ભૂરાજકીય અને વેપારી અવરોધોનાં આંચકાના પડકારોઃ મૂડીઝ

નવી દિલ્હીઃ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની તેજીએ એશિયા પેસિફિક વિસ્તારને તીવ્ર મંદીમાંથી બચવા માટે મદદરૂપ બની છે, પરંતુ ભૂરાજકીય તણાવ અને વેપારને લગતા આંચકાઓને કારણે ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાનું મૂડીઝ એનાલિટિક્સે એક અહેવાલમાં જણાવ્યું છે. મૂડીઝ એનાલિટિક્સે વર્ષ 2026માં એશિયા પેસિફિક વિસ્તારની વૃદ્ધિનો અંદાજ વર્ષ 2025નાં 4.3 ટકા સામે ઘટાડીને 4.2 ટકાનો અને વર્ષ 2027 માટે 3.6 ટકાનો અંદાજ મૂક્યો છે. 

મધ્યપૂર્વનાં દેશોમાં સંઘર્ષ સહિત ભૂરાજકીય ઉથલપાથલો અને વેપારનાં અંતરાયો જેવા કારણોએ કૉમૉડિટીના ભાવ તથા વેપારને લગતા ખર્ચમાં વધારો કર્યો હોવાથી એશિયા પેસિફિક વિસ્તારનાં મોટાભાગનાં ગ્રાહકો અને વેપાર-વ્યવસાયને લગતા ખર્ચમાં ઘટાડો થયો છે. એકંદરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તેજી હજુ પણ નિકાસ વૃદ્ધિને ટેકો આપી રહી છે, પરંતુ તે વિરામ માટે સજ્જ હોય તેવું લાગે છે, એમ એશિયા પેસિફિક આઉટલૂક અહેવાલમાં જણાવાયું છે. 

એકંદરે ઊંચા ફુગાવા અને અને કડક નીતિને કારણે એઆઈની તેજી કાબૂમાં હોવાનું જણાવતા અહેવાલમાં ઉમેર્યું હતું કે મધ્યપૂર્વમાં ભૂરાજકીય તણાવ એ વૃદ્ધિ માટે નકારાત્મક જોખમો ઊભી કરતી મુખ્ય ચિંતા છે. મધ્યપૂર્વમાં નવો ભડકો અથવા તો સ્ટ્રેટ ઑફ હોમુર્ઝની લાંબાગાળાની નાકાબંધી તેલના ભાવ વધારશે અને ઘણાં દેશોને તેની વિદેશી હૂંડિયામણની અનામતો ખાલી કરવા દબાણ કરશે. તેમ જ ક્રૂડતેલના ભાવ વધતા ફુગાવામાં વધારો થતાં આર્થિક વૃદ્ધિને નુકસાન થતાં કેન્દ્રવર્તી બૅન્કોની નીતિનો સામનો કરી રહેલા વેપાર પર માઠી અસર પડશે. 

મધ્યપૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ, અચાનક એઆઈની તેજીમાં વૃદ્ધિ, નવાં ટૅરિફ જેવાં વેપારનાં ઘર્ષણો અથવા તો વૈશ્વિક મંદીની સાથે નાણાં બજારમાં કરેક્શનની વિપરીત અસર એશિયા પેસિફિક વિસ્તારો પર પડશે, એમ અહેવાલમાં ઉમેર્યું હતું.