(અમારા પ્રતિનિધિ તરફથી)
કુર્લા (પશ્ચિમ) માં એલબીએસ રોડ પર શીતલ તળાવ પાસે કુર્લા, બેલબઝારથી ધારાવી લઈ જવામાં આવતી ૧૫ ફૂટની ગણેશ મૂર્તિ ટ્રોલી પરથી નીચે પડી ગઈ હતી જેમાં બે લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
મંગળવારે સાંજે આ બનાવ બન્યો હતો. બે જખ્મી વ્યક્તિઓની ઓળખ સંતોષ જયસ્વાલ (૨૮) અને રોહિત જયસ્વાલ (૨૫) તરીકે થઈ છે. જયસ્વાલને કુર્લા ભાભા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યારે રોહિતને હબીબ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ મંડળના પ્રતિનિધિઓએ શીતલ તળાવમાં મૂર્તિનું વિસર્જન કર્યું હતું.
ધારાવીના ઓમ શક્તિ ફાઉન્ડેશન ના પ્રેમનગર મંડળની આ મૂર્તિ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. સોમવારે મોડી રાતે ગોરેગાંવમાં પણ એક ગણેશમંડળ ની મુર્તી ખંડિત થઈ હોવાની માહિતી મળી હતી.
નોંધનીય છે કે હજી ઑગસ્ટ મહિનામાં જ ભૂલેશ્વરમાં ૨૨ફૂટ ની ગણેશમૂર્તિ ટ્રોલી પરથી નીચે પડી જતા બેનાં મોત થયા હતા અને બે બાળકી સહિત પાંચ જખ્મી થયા હતા.