Tue Sep 22 2026

Logo

ભારત સરકારે 37 વર્ષ જૂનું ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશન ભંગ કર્યું

2026-09-21 21:24:46
Author: Chandrakant Kanoja
ભારત સરકારે 37 વર્ષ જૂનું ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશન ભંગ કર્યું

નવી દિલ્હી: ભારત સરકારે 'ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશન'(DCC) ને વિખેરી નાખ્યું છે. જે લગભગ 37 વર્ષથી અસ્તિત્વમાં હતું. આ કમિશન ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગ હેઠળની સર્વોચ્ચ આંતર-વિભાગીય નિર્ણય લેતી સંસ્થા હતી. જે દેશના ટેલિકોમ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નાણાકીય અસરો ધરાવતા મુદ્દાઓ અને નીતિગત બાબતો પર નિર્ણયો લેવા માટે જવાબદાર હતી. 

નીતિ-નિર્ધારણ પ્રક્રિયામાં ફેરફારો આવવાની અપેક્ષા

આ અંગે સરકારે 19  સપ્ટેમ્બરે પરિપત્ર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરી હતી. આ પગલાથી ટેલિકોમ્યુનિકેશન્સ ક્ષેત્ર માટેની નીતિ-નિર્ધારણ પ્રક્રિયામાં ફેરફારો આવવાની અપેક્ષા છે.

1989માં 'ટેલિકોમ કમિશન' તરીકે કરવામાં આવી હતી

આ કમિશનની રચના મૂળભૂત રીતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળ દરમિયાન 1989માં 'ટેલિકોમ કમિશન' તરીકે કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા 11 એપ્રિલ, 1989ના રોજ પસાર કરાયેલા એક ઠરાવ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી.

2018માં નામ બદલીને 'ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશન' કરવામાં આવ્યું

જોકે,  ત્યારબાદ વર્ષ  2018માં તેનું નામ બદલીને 'ડિજિટલ કોમ્યુનિકેશન્સ કમિશન' કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રીમંડળે સપ્ટેમ્બર 2018માં 'રાષ્ટ્રીય ડિજિટલ કોમ્યુનિકેશન્સ નીતિ-2018' (NDCP-2018) હેઠળ આ નિર્ણયને મંજૂરી આપી હતી. તેના નામમાં સત્તાવાર ફેરફાર અંગેની સૂચના ઓક્ટોબર વર્ષ 2018 માં જાહેર કરવામાં આવી હતી.