ચેન્નઈઃ થોડા દિવસોથી દેવદત્ત પડિક્કલના બૅટમાંથી રનનો ધોધ વહેતો જોવા મળ્યો છે અને ચેન્નઈમાં મંગળવારે દુલીપ ટ્રોફીની ફાઇનલમાં એની સારી એવી ઝલક જોવા મળી હતી, પરંતુ અડધી સદી પૂરી કર્યા બાદ થોડી વાર પછી તેનું બૅટ શાંત પડી ગયું હતું, કારણકે ખુદ પડિક્કલને પોતાની ભૂલ સમજાઈ હતી અને પૅવિલિયન તરફ પાછા જતી વખતે હેલ્મેટ પર હાથ મૂકીને સાંકેતિક કબૂલાત કરી હતી.
શ્રીલંકામાં તાજેતરમાં જ બે સેન્ચુરી ફટકારનાર પડિક્કલે દિગ્ગજ ક્રિકેટરો ઉપરાંત અસંખ્ય ક્રિકેટ ફૅન્સના પણ ધ્યાન ખેંચ્યા અને એ જ ફૉર્મ તે દુલીપ ટ્રોફીમાં લઈ આવ્યો, પરંતુ તેની મોટી ઇનિંગ્સની આશા પર ઈસ્ટ ઝોનના પેસ બોલર મુકેશ કુમારે પાણી ફેરવી દીધું હતું. તેણે સાઉથ ઝોન વતી 104 બૉલમાં ચાર ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. મુકેશ કુમારને પડિક્કલની વિકેટ જાણે આસાનીથી મળી ગઈ હતી.
An innings of pure class
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026
Watch snippets of Ishan Kishan's fantastic double century so far
Scorecard https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ | @ishankishan51 pic.twitter.com/jOndIaA5Uo
તેણે મુકેશ કુમારના બૉલને એવી રીતે ફ્લિક કર્યો કે જાણે તેને ફીલ્ડ પ્લેસમેન્ટ વિશે ખાસ કંઈ જાણ જ નહોતી. બિગ શૉટ મારવાની લાલચમાં તેણે વિકેટ ગુમાવી હતી. ડીપ સ્ક્વેર લેગ પર સબસ્ટિટ્યૂટ ફીલ્ડર ડી. પી. દાસે તેનો કૅચ ઝીલ્યો એ સાથે જ પડિક્કલને ભૂલ સમજાઈ અને તેણે પાછા આવતી વખતે હેલ્મેટ પર ડાબો હાથ મૂકીને પોતાની ભૂલનો અહેસાસ કરાવ્યો હતો.
શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝમાં મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર જીતનાર પડિક્કલ ફાઇનલમાં પણ ધમાકેદાર પર્ફોર્મ કરશે અને સેન્ચુરી તો ફટકારશે જ એવી તેના ચાહકોને અપેક્ષા હતી, પણ તે 70 રન સુધી પણ નહોતો પહોંચી શક્યો. જોકે તેણે આઉટ થતાં પહેલાં વિકેટકીપર નારાયણ જગદીશન (32 રન) સાથે બીજી વિકેટ માટે 60 રનની અને શેખ રાશીદ (27 રન) સાથે ત્રીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી.
4️⃣,4️⃣,4️⃣
— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026
Ishan Kishan is on the charge 💥
Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/NSJH9JTqCx
દુલીપ ટ્રોફી (Duleep trophy)ની પાંચ દિવસની ફાઇનલમાં ઈસ્ટ ઝોનની સ્થિતિ સમય જાય છે એમ મજબૂત થતી જાય છે. પ્રથમ દાવમાં ઈસ્ટ ઝોને કૅપ્ટન ઇશાન કિશનના 270 રન અને કુમાર કુશાગ્રના 101 રનની મદદથી 708 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે પડિક્કલની વિકેટ વખતે સાઉથ ઝોનને સ્કોર ચાર વિકેટે 129 રન હતો. બીજા દાવમાં પડિક્કલ મોટી ઇનિંગ્સ રમશે એવી તેના ચાહકોને આશા છે.