Mon Nov 16 2026

Logo

રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી! સીએમ ભૂપેન્દ્ર પટેલે 'રન ફોર યુનિટી' ને લીલી ઝંડી આપી અને ખુદ દોડમાં જોડાયા

2026-10-31 11:40:00
Author: Vimal Prajapati
રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી! સીએમ ભૂપેન્દ્ર પટેલે 'રન ફોર યુનિટી' ને લીલી ઝંડી આપી અને ખુદ દોડમાં જોડાયા

વડોદરાઃ આજે ભારતના લોખંડી પુરૂષ એવા સરદાર પટેલની જન્મજયંતિ છે. આ નિમિત્તે વડોદરામાં ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ-2026 તેમજ રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આ કાર્યક્રમમાં સમગ્ર વડોદરા શહેર દેશભક્તિ, ઉત્સાહ અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાયેલું જોવા મળ્યું છે. 

કાર્યક્રમની વધારે વિગતે વાત કરીએ તો, નવલલખી ગ્રાઉન્ડ ખાતે સીએમનું ગોર્ડ ઓફ ઓનર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્ય પ્રધાને અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી - ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય ‘રન ફોર યુનિટી’ નું પ્રસ્થાન કરાવ્યું હતું. 

તેમને લોકોને અપીલ કરતા કહ્યું કે, “સરદાર સાહેબના આદર્શો અને વિચારોને અનુસરીને દેશ અને રાજ્યના વિકાસમાં યોગદાન આપીએ તેમજ એકતાના મજબૂત તાંતણે બંધાઈને વિકસિત ભારત નિર્માણમાં આપણું યોગદાન આપીએ”. સરદાર પટેલના વિચારોને સૌ લોકો ગ્રહણ કરે અને રાષ્ટ્રનિર્માણમાં સહબાગી બને તેવી મુખ્ય પ્રધાને આપીલ કરી છે. 

 

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લીલી ઝંડી બતાવીને રન ફોર યુનિટી દોડનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે, આમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે માત્ર દોડને પ્રસ્થાન કરાવીને વિરામ ન લીધો, પરંતુ તેઓ પોતે પણ અત્યંત ઉત્સાહભેર આ દોડમાં પણ સામેલ થયાં હતાં. નાગરિકો વચ્ચે સીએમની ઉપસ્થિતિ અને તેમની સક્રિય ભાગીદારીએ દોડમાં ભાગ લઈ રહેલા નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.