Sat Nov 07 2026

Logo

LPG સિલિન્ડરના ભાવથી Toll પાસ સુધી, 1 નવેમ્બરથી દેશમાં લાગૂ થશે આ 4 મોટા ફેરફાર

2026-10-31 10:37:00
Author: Mumbai Samachar Team
LPG સિલિન્ડરના ભાવથી Toll પાસ સુધી, 1 નવેમ્બરથી દેશમાં લાગૂ થશે આ 4 મોટા ફેરફાર

ઓક્ટોબર મહિનાનો આજે અંતિમ દિવસ છે અને કાલથી નવેમ્બર મહિનો ઘણાં ફેરફારો (Rule Change From 1st November)ની સાથે આવશે. જેની અસર દરેક ઘરના ખિસ્સા પર જોવા મળશે. એક તરફ જ્યાં પહેલી તારીખથી ઘરના રસોડામાં ઉપયોગમાં આવતા એલપીજી સિલિન્ડરના ભાવ (LPG Cylinder Price Change) માં ફેરફાર થઇ શકે છે. 

પહેલો ફેરફાર: LPG સિલિન્ડરના બદલાશે ભાવ 

દર મહિના જેમ આવતી કાલે 1 નવેમ્બર 2026ના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સંશોધન (LPG Cylinder Price Change) કરશે અને નવા  LPG રેટ્ જાહેર કરશે. આ અગાઉ ગત ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં  62.50 રૂપિયાનો વધારો કર્યો હતો. 

બીજો ફેરફાર: 1500 રૂપિયાનો વાર્ષિક ટોલ પાસ 

કેન્દ્ર સરકાર Toll Pass Rule Change કરવા જઇ રહી છે. આ રૂલ હેઠળ એક નવેમ્બરથી ટોલ પ્લાઝા નજીક રહેતા લોકો માટે એક નવા ટોલ પાસની જાહેરાત કરી છે. આ એક એન્યુઅલ પાસ 1500  રૂપિયાનો હશે. હકીકતમાં, ટોલ પ્લાઝાના 20KM કિમીની રેન્જમાં રહેતા પ્રાઇવેટ વ્હીકલ ઓનર આ પાસનો ફાયદો ઉઠાવી શકે. 

આ ઉપરાંત ટ્રાફિક સાથે જોડાયેલા બીજા પણ ફેરફાર થઇ રહ્યા છે. તેમાં દિલ્હીમાં 1 નવેમ્બરથી બીજા રાજ્યોમાં રજિસ્ટર્ડ જૂના નોન-BS6 વ્હીકલ્સની એન્ટ્રી પર પ્રતિ બંધ આવી જશે, જે  વિન્ટર એક્શન પ્લાન હેઠળ 31 જાન્યુઆરી 2026 સુધી લાગૂ રહેશે 

ત્રીજો ફેરફાર: GST સાથે જોડાયેલો નિયમ

1 નવેમ્બરથી ત્રીજો ફેરફાર GST સાથે જોડાયેલો છે. GST નિયમમાં ફેરફાર (GST Rule Change) ની વાત કરીએ, તો આનાથી વેપારીઓ અને નાના ધંધાકીય વેપારીઓને રાહત મળી શકે છે. રિપોર્ટ્સ મુજબ, ટેક્સ રિફંડમાં થતો વિલંબ ઘટાડવા અને વેપારીઓ પર ડૉક્યુમેન્ટેશનનો બોજ ઓછો કરવાની તૈયારી રૂપે કેટલાક કિસ્સામાં રિફંડ માટે ઑટોમેટિક ઍપ્રૂવલની વ્યવસ્થા કરવામાં આવશે.

ચોથો ફેરફાર: SIM Card રૂલ ચેન્જ

1st November Rule Changeના લિસ્ટમાં ચોથો ફેરફાર મોબાઇલ યૂઝર્સ સાથે જોડાયેલો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ હવે 1 નવેમ્બરથી નવો નિયમ લાગૂ થવા જઇ રહ્યો છે. દૂરસંચાર વિભાગ (DoT) તરફથી જાહેર ઓર્ડર પર નજર નાંખીએતો બધા મોબાઇલ યૂઝર્સે કોલરનું નામ દર્શાવવું ફરજીયાત રહેશે.