નવી દિલ્હીઃ પાટનગરમાં બનેલી આ ઘટનામાં એક ગાય ખોરાકની શોધમાં લોખંડની રેલિંગમાં પોતાનું માથું ફસાવી બેઠી હતી અને બહાર ન નીકળી શકતા પીડામાં હતી. તે જ સમયે નજીકમાં તૈનાત સીઆઈએસએફના એક જવાનની નજર તેના પર પડી હતી. જવાને પોતાની સૂઝબૂઝ અને સંવેદનશીલતા દાખવીને ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે રેલિંગમાંથી બહાર કાઢી હતી.
સોશિયલ મીડિયા પર એક અત્યંત હૃદયદ્રાવક વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં બન્યું કંઈક એવું હતું જેને જોઈને એક સીઆઈએસએફ જવાન પણ મદદ માટે દોડી ગયો હતો. જાણીએ કે આખરે એવું શું બન્યું હતું. આ ઘટનામાં લોખંડના દરવાજા પર મોટી રેલિંગ લાગી હતી. ત્યારે અચાનક જ એક ગાય ત્યાં આવી અને તે ગાયે ખોરાકની શોધમાં એક રેલિંગમાં પોતાનું માથુ અંદર તરફ ઘૂસાડી લેતા તેનું માથું સરળતાથી રેલિંગમાં જતું રહ્યું હતું પરંતુ માથું બહાર કાઢતા સમયે તે ફસાયું હતું, જેને ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે બહાર કાઢવામાં નિષ્ફ્ળ રહી હતી, ત્યારે અચાનક તહેનાત સીઆઈએસએફ જવાનની નજર ગાય પર પડી હતી, જેને મહામહેનતે બહાર કાઢવામાં મદદ કરી હતી.
फंसी थी एक जिंदगी, जवान ने दिल से निभाई जिम्मेदारी !
— CISF (@CISFHQrs) September 15, 2026
A cow found itself helpless, its head trapped between the railings of a wall. Frightened and struggling to break free, the animal caught the attention of a CISF jawan.
With patience and compassion, he carefully freed the cow… pic.twitter.com/LBhHeQzaFP
CISFએ શેર કર્યો વીડિયો
ગાયનું માથું ફસાયા બાદ પીડામાં તરફડતી ગાયને જોઈને CISF જવાનું હૃદય કંપી ઉઠતા તેણે ઘણી જહેમત બાદ અંતે ગાયને આ ચંગુલમાંથી છોડાવી લીધી હતી. આ ઘટનાનો 29 સેકન્ડનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. લોકો CISF ના જવાનની દરિયાદિલીને ખુબ સરાહના કરી રહ્યા છે. આ વીડિયો સીઆઈએસએફ એ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલથી શેર કર્યો હતો.
CISFની સંવેદનશીલતા દેખાઈ
સીઆઈએસએફના જવાનએ આ વીડિયો જારી કરી લખ્યું કે એક ગાય દીવાલની રેલિંગ વચ્ચે પોતાનું માથુ ફસાઈ જતા લાચાર થઈ ગઈ હતી. ડરેલી અને છૂટવાના પ્રયત્નો કરતી તે ગાય પર એક સીઆઈએસએફ જવાનની નજર પડી હતી. ધીરજ અને સંવેદનશીલતા સાથે તેમણે સાવધાનીથી ગાયને રેલિંગથી બહાર કાઢવામાં આવી હતી અને પાકું કર્યું કે ડરેલી ગાય સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષિત રહે.
બચાવકાર્ય ત્યારે સફળ રહ્યું જયારે ગાય અંતે સ્વતંત્ર થઈ ગઈ અને જોખમથી બહાર આવી ગઈ હતી. આ બચાવકાર્ય સીઆઈએસએફની સંવેદનશીલતા, દેખરેખ અને જરૂરિયાતમંદ દરેક જીવો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.