Sun Jul 26 2026

Logo

આ પાંચ રાજ્યોમાં Gen Z મતદારો નક્કી કરશે ઉમેદવારનું ભાવિ, જાણો કેટલી છે સંખ્યા...

2026-03-15 20:52:11
Author: Vimal Prajapati
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા પાંચ રાજ્યોમાં વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, આસામ, તમિલાનડુ, કેરળ અને પુડુચેરીમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીની ચૂંટણી અંગે સત્તાવાર રીતે વિગતો આપવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે આસામ,  કેરળ અને પુડુચેરીમાં એક જ ચરણમાં 9 એપ્રિલે મતદાન યોજાશે. જ્યારે તમિલનાડમાં પણ એક તબક્કામાં 23 એપ્રિલે મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો અહીં બે તબક્કામાં 23 એપ્રિલે અને 29 એપ્રિલે મતદાન યોજાશે. તમામ રાજ્યોની ચૂંટણીનું 4 મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. 

પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે Gen Z મતદારો છે

આ પાંચ રાજ્યમાં કુલ મળીને 17.4 કરોડ મતદારો મતદાન કરવાના છે. તેમાં સૌથી વધારે મતદારોની સંખ્યા Gen Zની છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં પણ આ વખતે અન્ય મતદારો કરતા Gen Z મતદારો સૌથી વધારે મતદાન કરવાના છે. Gen Z મતદારોને બે સમૂહમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. એક તો જે પહેલી વખત મતદાન કરવાના છે અને બીજા કે જેમની ઉંમર 20-29 વર્ષ થઈ ગઈ છે. આંકડો જોવામાં આવે તો, પશ્ચિમ બંગાળમાં 5.23 મતદારો પહેલી વખત મતદાન કરવાના છે. જ્યારે 20થી 29 વર્ષના મતદારોની સંખ્યા પણ 1.31 કરોડથી વધારે છે. એટલે કે પશ્ચિમ બંગાળમાં 1.36 કરોડ Gen Z મતદારો છે. 

તમિલનાડુમાં Gen Z મતદારોની સંખ્યા

તમિલનાડુની વાત કરવામાં આવે તો, Gen Z મતદારોની સંખ્યાને લઈને તમિલનાડુ બીજા ક્રમે આવે છે. આ તમિલનાડુ રાજ્યમાં લગભગ 12.5 લાખ મતદારો પહેલી વખત મતદાન કરવાના છે. આ મતદારોમાં 1.05 કરોડ મતદારો 20-29 વર્ષની ઉંમરના હોવાનું ચૂંટણી પંચે જાહેર કર્યું છે. કુલ મળીને આ રાજ્યમાં લગભગ 1.17 કરોડ Gen Z મતદારો છે. એટલે તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણીમાં Gen Z ની પરિમાણની દિશાન નક્કી કરશે. 

આસામના Gen Z મતદારો

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આસામમાં 18થી 19 વર્ષની ઉંમરના લગભગ 5.75 લાખ મતદારો પહેલી વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જ્યારે  લગભગ 66.30 લાખ મતદારો 20થી 29 વર્ષના છે. આસામમાં Gen Z મતદારોની કુલ સંખ્યા લગભગ 72 લાખ છે. આસામમાં પણ Gen Z મતદારો ઉમેદાવારનું ભાવિ નક્કી કરશે તેવું લાગી રહ્યું છે. 

કેરળના Gen Z મતદારો

કેરળમાં પણ Gen Z મતદારોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે. ચૂટણી પંચે આપેલી વિગતો પ્રમાણે 18થી 19 વર્ષની ઉંમરના લગભગ 4.24 લાખ પ્રથમ વખત મતદાન કરવાના છે. જ્યારે 20થી 29 વર્ષ વચ્ચેના લગભગ 45 લાખ મતદારો છે. એટલે કે કેરળમાં  કુલ મળીને  લગભગ 49 લાખ મતદારો Gen Z છે. સ્વાભાવિક છે કે, રાજકીય પાર્ટીઓ Gen Z ને આકર્ષીત કરવા પર વધારે ભાર આપશે. 

પુડુચેરીના Gen Z મતદારો

પુડુચેરીની વાત કરવામાં આવે તો, અહીં 18થી 19 વર્ષની ઉંમરના લગભગ 23,033 મતદારો છે. જ્યારે 20થી 29 વર્ષની ઉંમરના લગભગ 1.87 લાખ મતદારો છે. બંનેને મળીનેGen Z મતદારોની કુલ સંખ્યા 2 લાખની આસપાસ થાય છે. જો કે, પુડુચેરીમાં 9.4 લાખ મતદારો છે, જેમાંથી 2 લાખની આસપાસના મતદારો Gen Z છે.