ટોપ ન્યૂઝનેશનલ

લોકસભા સંગ્રામ: આ ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાનોથી લઇ પૂર્વ મુખ્ય પ્રધાનોની થશે અગ્નિપરીક્ષા

કયા કયા નેતાઓ નસીબ અજમાવી રહ્યા છે જાણી લો….

નવી દિલ્હીઃ સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક પક્ષ પોતાના મજબૂત અને કદાવર મનાતા નેતાઓને ચૂંટણીમાં ઉતારી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ, દિગ્વિજય સિંહ, ઓમર અબ્દુલ્લા, ગુલામ નબી આઝાદ, એચડી કુમારસ્વામી, ચરણજીત સિંહ ચન્ની, જીતન રામ માંઝી, ભૂપેશ બઘેલ, મનોહર લાલ ખટ્ટર અને બિપ્લબ કુમાર સહિત ઘણા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોએ ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે.

18મી લોકસભા માટે દેશના સેંકડો નેતાઓ પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. જેમાં પીએમ મોદી સહિત 22 પૂર્વ મુખ્ય પ્રધાનો મેદાનમાં છે. ચાલો આપણે જાણીએ ક્યા પૂર્વ મુખ્ય પ્રધાન ક્યાંથી ચૂંટણી લડી રહ્યા છે.


નરેન્દ્ર મોદી (ભાજપ): મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. હાલમાં તેઓ યુપીની વારાણસી લોકસભા સીટ પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.


રાજનાથ સિંહ (ભાજપ): રાજનાથ સિંહ 2000થી 2002 સુધી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. તેઓ યુપીના લખનૌથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.


શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ): શિવરાજ સિંહ ચૌહાણ 2005થી 2018 અને ફરીથી 2020 થી 2023 સુધી મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન હતા. તેઓ મધ્યપ્રદેશની વિદિશા સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.


મનોહર લાલ ખટ્ટર (ભાજપ): ખટ્ટર 2014થી 2024 સુધી હરિયાણાના મુખ્ય પ્રધાન હતા. તેઓ હરિયાણાના કરનાલ સંસદીય ક્ષેત્રથી પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.


અર્જુન મુંડા (ભાજપ): અર્જુન મુંડા 2003થી 2006 અને ફરીથી 2010 થી 2013 સુધી ઝારખંડના મુખ્ય પ્રધાન હતા. તેઓ ઝારખંડની ખુંટી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.


જગદીશ શેટ્ટર (ભાજપ): શેટ્ટર 2012થી 2013 સુધી કર્ણાટકના મુખ્ય પ્રધાન હતા. તેઓ કર્ણાટકની બેલગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.


બસવરાજ બોમાઈ (ભાજપ): બોમાઈ 2021થી 2023 સુધી કર્ણાટકના મુખ્ય પ્રધાન હતા. તે કર્ણાટકના હાવેરીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.


ત્રિવેન્દ્ર સિંહ રાવત (ભાજપ): રાવત 2017થી 2021 સુધી ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન હતા. ભાજપે તેમને ઉત્તરાખંડના હરિદ્વારથી ટિકિટ આપી છે.


એચડી કુમારસ્વામી (જેડીએસ): તેઓ 2006થી 2007 અને ફરીથી 2018 થી 2019 સુધી કર્ણાટકના મુખ્ય પ્રધાન હતા. તેઓ માંડ્યા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકમાં ભાજપ-જેડીએસનું ગઠબંધન છે.


નલ્લારી કિરણ કુમાર રેડ્ડી (ભાજપ): રેડ્ડી 2010થી 2014 સુધી આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. તેઓ આંધ્ર પ્રદેશના રાજમપેટથી ચૂંટણી લડી રહ્યા છે.


સર્બાનંદ સોનોવાલ (ભાજપ): સોનોવાલ 2016થી 2021 સુધી આસામના મુખ્ય પ્રધાન હતા. તેઓ દિબ્રુગઢથી ચૂંટણી લડી રહ્યા છે.


બિપ્લબ કુમાર દેબ (ભાજપ): દેબ 2018થી 2022 સુધી ત્રિપુરાના મુખ્ય પ્રધાન હતા. તેઓ ભાજપની ટિકિટ પર ત્રિપુરા પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.


ઓ પનીરસેલ્વમ (ભાજપ સમર્થિત સ્વતંત્ર): ઓપીએસ 2001થી 2002, 2014 થી 2015 અને ફરીથી 2016 થી 2017 દરમિયાન તમિલનાડુના મુખ્ય પ્રધાન હતા. તેઓ તમિલનાડુના રામનાથપુરમથી ચૂંટણી લડી રહ્યા છે.


જીતન રામ માંઝી (HAM-S): તેઓ 2014થી 2015 સુધી બિહારના મુખ્ય પ્રધાન હતા. માંઝી ગયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. માંઝીની પાર્ટીનું ભાજપ સાથે ગઠબંધન છે.


દિગ્વિજય સિંહ (કોંગ્રેસ): દિગ્વિજય 1993થી 2003 સુધી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. રાજગઢ પાર્ટી તેમને ચૂંટણી લડવા માટે મજબૂર કરી રહી છે.


ભૂપેશ બઘેલ (કોંગ્રેસ): બઘેલ 2018 થી 2023 સુધી છત્તીસગઢના મુખ્ય પ્રધાન હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર રાજનાંદગાંવથી ચૂંટણી લડી રહ્યા છે.


ઓમર અબ્દુલ્લા (JKNC): ઓમર 2009થી 2015 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન હતા. તેઓ બારામુલાથી ચૂંટણી લડી રહ્યા છે.


મહેબૂબા મુફ્તી (JKPDP): મહેબૂબા 2016થી 2018 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન હતા. તે અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.


ચરણજીત સિંહ ચન્ની (કોંગ્રેસ): ચન્ની 2021થી 2022 સુધી પંજાબના મુખ્ય પ્રધાન હતા. તેઓ જલંધર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.


ગુલામ નબી આઝાદ (DPAP): આઝાદ 2005થી 2008 સુધી જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન હતા. તેઓ અનંતનાગ-રાજૌરીથી ચૂંટણી મેદાનમાં છે.


નબામ તુકી (કોંગ્રેસ): તુકી 2011થી 2016 દરમિયાન બે વાર અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન હતા અને ફરીથી 2016 માં ટૂંકા ગાળા માટે તેઓ મુખ્ય પ્રધાન બન્યા હતા. તેઓ અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.


વી વૈથિલિંગમ (કોંગ્રેસ): તેઓ 1991થી 1996 અને ફરીથી 2008થી 2011 સુધી પુડુચેરીના મુખ્ય પ્રધાન હતા. તેઓ પુડુચેરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza