દિલ્હી-મુંબઇ મેચમાં લાગી ખૂની સિક્સર

IPLની દિલ્હી-મુંબઇ વચ્ચેની દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આ ઘટના બની હતી.

આ મેચમાં દિલ્હીએ 257 રનનો ખડકલો કરી દીધો હતો અને મુંબઇને 247 રનમાં રોકી 10 રનથી મેચ જીતી લીધી હતી.

આ મેચમાં બંને ટીમ તરફથી 32 સિક્સર ફટકારવામાં આવી હતી, પણ ટીમ ડેવિડની સિક્સરથી અકસ્માત થયો હતો.

મુંબઇની ઇનિંગ્સની 14મી ઓવરમાં ખલીલ અહેમદના પાંચમા બોલ પર  ટીમ ડેવિડે સિક્સર ફટકારી હતી.

દર વખતની જેમ ચાહકો બોલ પકડવા દોડ્યા હતા, પણ બોલ ત્યાં હાજર એક દર્શકના ચહેરા પર વાગ્યો હતો.

બોલ વાગતા જ તેના મોઢા પરથી લોહી નીકળવા લાગ્યું હતું. તેને તુરંત સ્ટેડિયમની બહાર લઇ જઇ તબીબી સારવાર અપાઇ હતી.

White Dotted Arrow

ટીમ ડેવિડે 17 બોલમાં 37 રન બનાવ્યા હતા, જેમાં 3 સિક્સર હતી.