વેપાર અને વાણિજ્ય

વિદેશી ફંડોની એકધારી વેચવાલી છતાં બજારનો અંડરટોન મજબૂત

મુંબઇ: વિદેશી ફંડોની એકધારી વેચવાલી છતાં બજારનો અંડરટોન મજબૂત રહ્યો છે. આજે બુધવારે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્ર દિન નિમિત્તે બજાર બંધ રહ્યું હતું. જોકે, શેરબજારમાં મંગળવારના સત્રના પાછલા ભાગમાં એકાએક પ્રોફિટ બુકિંગનો મારો શરૂ થતાં ઇક્વિટી બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી તમામ પ્રારંભિક સુધારો ગુમાવીને નીચા સ્તરે ગબડ્યા હતા.

વૈશ્ર્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ખાસ કરીને આઇટી અને પાવર શેરોમાં વેચવાલીનો મારો ચાલતા તેજીનો ખેલ બગડ્યો હતો. બે દિવસીની આગેકૂચને બ્રેક મારીને ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૮૮.૫૦ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા ઘટીને ૭૪,૪૮૨.૭૮ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો.

નિફ્ટી ૩૮.૫૫ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા ઘટીને ૨૨,૬૦૪.૮૫ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો. મોડી બપોરના કામકાજ દરમિયાન આ બેન્ચમાર્ક ૧૩૯.૯૫ પોઈન્ટ અથવા ૦.૬૧ ટકા વધીને ૨૨,૭૮૩.૩૫ પોઇન્ટની ઇન્ટ્રા-ડે સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો.

સર્વોચ્ચ સપાટી નજીક પહોચ્યા બાદ ઉપલા સ્તરેથી સેન્સેક્સમાં ૬૦૦ પોઈન્ટ્સ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ મંગળવારે આગલા ૭૪,૬૭૧.૨૮ ના બંધથી ૧૮૮.૫૦ પોઈન્ટ્સ (૦.૨૫ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ ૭૪,૮૦૦.૮૯ ખૂલી ઉપરમાં ૭૫,૧૧૧.૩૯ સુધી અને નીચામાં ૭૪,૩૪૬.૪૦ સુધી જઈને અંતે ૭૪,૪૮૨.૭૮ પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સની ૧૨ કંપનીઓ વધી હતી જ્યારે ૧૭ કંપનીઓ ઘટી હતી જ્યારે ૧ કંપની સ્થિર રહી હતી. માર્કેટ કેપ રૂ. ૪૦૬.૫૫ લાખ કરોડ રહ્યું હતું.

બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૨૧ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૦૨ ટકા અને બીએસઈ લાર્જકેપ ૦.૧૩ ટકા ઘટ્યા હતા જ્યારે બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૦૧ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૪૯ ટકા અને બીએસઈ સ્મોલ કેપ ૦.૧૦ ટકા વધ્યા હતા. જ્યારે બીએસઈ ઓલ કેપ ઈન્ડેક્સ સ્થિર રહ્યો હતો. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૪ ટકા ઘટ્યો હતો જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૦.૫૦ ટકા વધ્યો હતો.

સેક્ટરલ ઈન્ડાયસીસમાં ઓટો ૧.૭૦ ટકા, રિયલ્ટી ૧.૪૬ ટકા, પાવર ૧.૦૪ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી ૦.૯૩ ટકા, યુટિલિટીઝ ૦.૮૦ ટકા, ફાઈનાન્સિયલ સર્વિસિસ ૦.૧૨ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૦.૦૭ ટકા અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૦૧ ટકા વધ્યા હતા.

જ્યારે આઈટી ૦.૯૮ ટકા, ટેક ૦.૯૮ ટકા, મેટલ ૦.૮૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૮૫ ટકા, કોમોડિટીઝ ૦.૫૬ ટકા, એનર્જી ૦.૪૯ ટકા, હેલ્થકેર ૦.૪૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૩૩ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૩૩ ટકા, એફએમસીજી ૦.૨૦ ટકા, બેન્કેક્સ ૦.૧૫ ટકા અને સર્વીસીસ ૦.૦૯ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૪.૫૩ ટકા, પાવર ગ્રીડ ૨.૭૧ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૮૭ ટકા, બજાજ ફાઈનાન્સ ૧.૫૨ ટકા અને બજાજ ફિનસર્વ ૧.૨૭ ટકા વધ્યા હતા.

જ્યારે ટેક મહિન્દ્રા ૨.૦૮ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૫૦ ટકા, ટાટા સ્ટીલ ૧.૪૬ ટકા, એચસીએલ ટેક ૧.૪૧ ટકા અને સન ફાર્મા ૧.૨૯ ટકા ઘટ્યા હતા. કુલ ત્રણ કંપનીઓને ઉપલી અને કુલ એક કંપનીને નીચલી સર્કીટ લાગી હતી.

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે ઈન્ડેક્સ ફ્યુચરમાં કુલ રૂ. ૬૨.૧૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૬૩૫ સોદામાં ૭૮૯ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર અને ઈક્વિટી ફ્યુચર મળીને કુલ ૫૧,૭૫,૧૬૧ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…