ટોપ ન્યૂઝનેશનલ

આખરે સંમત થયા CM હેમંત સોરેન, પહેલીવાર EDનો સામનો કરશે સ્થળ અને તારીખ જણાવી

રાંચીઃ મુખ્ય પ્રધાન હેમંત સોરેને જમીન કૌભાંડમાં EDના આઠમા સમન્સ જવાબ આપ્યો છે. સીએમ હેમંત સોરેને 20 જાન્યુઆરીએ EDને પૂછપરછ માટે સીએમ હાઉસ બોલાવ્યા છે. સોમવારે બપોરે મુખ્ય પ્રધાનના સચિવાલયના વિશેષ દૂત મુખ્ય પ્રધાનના જવાબી પત્ર સાથે EDની રાંચી ઝોનલ ઓફિસ પહોંચ્યા હતા. પત્ર મળ્યા બાદ EDના અધિકારીઓએ દિલ્હી હેડક્વાર્ટરને આ જાણકારી આપી છે.

સીએમ સોરેનને આઠમું સમન્સ અને 13 જાન્યુઆરીએ પત્ર દ્વારા મોકલવામાં આવ્યું હતું. આ પત્રમાં EDએ સીએમને બે દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું. તેમજ તેમને પત્રમાં કહેવામાં આવ્યું હતું કે 16 થી 20 જાન્યુઆરી સુધીની તારીખોમાં વચ્ચે થોડો સમય કાઢીને એજન્સી સમક્ષ તપાસ માટે ઉપસ્થિત થાય અથવા એજન્સી તેમની પાસે પૂછપરછ કરવા આવશે. મુખ્ય પ્રધાનને આ સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ડીજીપી અને અન્ય અધિકારીઓને માર્ગદર્શિકા આપવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.


EDએ 13 ઓગસ્ટે પહેલીવાર સીએમને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તે સાત સમન્સ પછી પણ ઇડી સમક્ષ ઉપસ્થિત નહોતા થયા. આ પછી EDએ સીએમને આઠમું સમન્સ મોકલીને છેલ્લી તક આપવાની વાત કરી હતી. આ છેલ્લા સમન પર પણ જો તેઓ ઉપસ્થિત નહીં થાય તો કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી પણ EDએ આપી હતી.

ED આજે ગેરકાયદે માઈનિંગ કેસમાં સીએમના પ્રેસ એડવાઈઝર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુની પૂછપરછ કરવાની છે. EDએ પિન્ટુને 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે એજન્સીની રાંચી ઝોનલ ઓફિસમાં હાજર રહેવા જણાવ્યું છે.


અભિષેક પ્રસાદની કર્મચારી વિભાગમાંથી નિમણૂક કરવામાં આવી છે. તેથી કેબિનેટના નિર્ણયો તેમને પણ લાગુ પડે છે. આવી સ્થિતિમાં, જો મંગળવારે તેઓ ED સમક્ષ ગેરહાજર રહે છે, તો આ સંદર્ભમાં ED તરફથી સરકાર સ્તરે એક પત્ર મોકલવામાં આવી શકે છે. આ કેસમાં અત્યાર સુધી માત્ર પૂર્વ વિધાન સભ્ય પપ્પુ યાદવનું જ નિવેદન નોંધવામાં આવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…