આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

ભાવનગરમાં કોળી V/S કોળીનો જંગ, ભાજપના નિમુબેન અને AAPના ઉમેશ મકવાણા વચ્ચે થશે રસાકસી?

લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો તેમના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારી રહ્યા છે. ભાજપ તેના સાથી પક્ષો સાથે એનડીએ ગઠબંધન સાથે ઉતરી છે, કોંગ્રેસે પણ ઈન્ડિયા એલાયન્સના સાથે પક્ષો સાથે વિવિધ રાજ્યોમાં ગઠબંધન કર્યું છે. જેમ કે ગુજરાતમાં કોંગ્રેસે રાજકીય સમજ બતાવી છે અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસે આપને ગુજરાતની બે લોકસભા સીટો ભરૂચ અને ભાવનગર સીટ આપને આપી છે. ભાવનગર-બોટાદ લોકસભા સીટ પર બંને પક્ષોનો સંયુક્ત ઉમેદવાર ઉમેશ મકવાણાએ ઝંપલાવ્યું છે. જો કે ભાજપે પણ તેમની સામે કોળી ઉમેદવાર પાર્ટી સાથે 25 વર્ષથી જોડાયેલા અને બે ટર્મ પૂર્વ મેયર નિમુબેન બાંભણીયા ટિકિટ આપી છે. ભાજપ માટે આ ભાવનગર સીટ જીતવી મુશ્કેલ બની રહેશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે કેમ કે આ સીટ પર બંને કોળી ઉમેદવારો છે, પણ કોંગ્રેસ અને આપનું ગઠબંધન ભાજપ માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે. ભાજપ આ સીટને રેડ કેટેગરીમાં રાખીને સતર્ક બની છે, ભાજપના નેતાઓ આ સીટ જીતવા માટે તમામ પ્રયાસો કરશે તેવું નિર્વિવાદપણે કહીં શકાય.

ભાવનગર જિલ્લામાં કુલ 18,27,144 નોંધાયેલા મતદારો નોંધાયેલા છે, વર્ષ-2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાવનગર બેઠક પર નોંધાયેલાં 17.34 લાખ મતદારોની સામે આ વખતે અંદાજે 10 ટકાના વધારા સાથે 1.75 લાખ મતદારોનો વધારો નોંધાયો છે. જેમાં પુરૂષ મતદારોની સામે સ્ત્રી મતદારોની સંખ્યા વધી હોવાનું જાણવા મળેલ છે. ભાવનગરની બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે, આ વિસ્તારમાં 3 લાખ જેટલા કોળી મતદારો છે, ત્યારબાદ બ્રાહ્મણ, પાટીદાર અને ક્ષત્રિય સમાજ આવે છે. ભાવનગર લોકસભાની બેઠક ઉપર ઇતિહાસ ઉપર નજર નાખવામાં આવે તો 1980 થી લઈને આજ દિન સુધીમાં કોળી સમાજ,પટેલ સમાજ, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના ઉમેદવારો જે તે પક્ષ દ્વારા ઉતારવામાં આવેલા છે.

લોકસભાની બેઠક ઉપર 2019માં જે મતદારો હતા એની સરખામણીમાં 2024 માં 80 થી 90 હજાર મતદારોનો વધારો થયો છે. જેમ કે ભાવનગર લોકસભા બેઠકમાં કુલ 7 ધારાસભા બેઠકો તળાજા, પાલિતાણા ,ભાવનગર ગ્રામ્ય ,ભાવનગર પૂર્વ ,ભાવનગર પશ્ચિમ ,ગઢડા (એસટી) ,બોટાદનો સમાવેશ થાય છે અને તેમાં મતદારોની સંખ્યા પણ વધી છે. વર્ષ 2019માં અને 2024 સુધીમાં આ દરેક ધારાસભ્યોને બેઠક ઉપર કેટલા નવા મતદારો આવ્યા તે અંગે જણાવીઓ તો મહુવા બેઠક ઉપર 2019 માં 2,18,720 મતદારો હતા જ્યાં આજે 2,45,028 મતદારો છે. જ્યારે તળાજા બેઠક ઉપર 2019માં 2,28,543 અને 2024 માં 2,53,067 મતદારો થઈ ચૂક્યા છે. ગારીયાધાર બેઠક ઉપર 2019 માં 2,09,161 મતદારો હતા ત્યાં આજે 2,26,411 મતદારો છે. પાલીતાણા બેઠકમાં 2019 માં 2,56,898 મતદારો હતા જે આજે 2024 માં 2,79,721 થયા છે. ત્યારે ભાવનગર ગ્રામ્યમાં 2019 માં 2,67,671 મતદારો 2024 માં વધીને 2,98,004 થયા છે. જ્યારે ભાવનગર પૂર્વ બેઠક ઉપર 2019માં 2,49,648 મતદારો હતા જે 2024 માં 2,63,124 થયા છે. જ્યારે ભાવનગર પશ્ચિમમાં 2,48,405 મતદારો હતા એ 2024 માં 2,61,189 થવા પામ્યા છે. આમ 2019 માં કુલ મતદારો 16,79,046 હતા જે આજે 18,27,144 થયા છે. આમ 1,48,098નો વધારો 2019 થી આજ દિવસ સુધી થયો છે.

ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. આ બેઠક પર 6 વખત ભાજપના ક્ષત્રિય અને એક વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે. ભાજપે વર્ષ 2019માં પણ સાંસદ ભારતીબેન શિયાળને રિપીટ કર્યા હતા. જ્યારે કોંગ્રેસે મનહર પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મનહર પટેલને 331754 મતો જ્યારે ભાજપના ભારતીબેન શિયાળને 661273 મતો મળ્યા હતા. આ સીટ પર ભારતીબેનનો ભવ્ય વિજય થયો હતો. ભાવનગરની લોકસભાના લોકોના મુખ્ય પ્રશ્નોમાં પાકના પુરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં રોષ, ખેડૂત આંદોલન, બ્રાહ્મણ, પાટીદાર, કારડિયા રાજપુત, આહીર જ્ઞાતિઓ સરકાર પ્રત્યે રોષ, મોંઘવારી, બેરોજગારી, રોડ-પાણીની સમસ્યા, પડતર પ્રશ્ને ઉપરાંત સરકારી કર્મચારીઓની જુની પેન્શન યોજનાનો લાભ ન મળતા ભારોભાર અન્યાયની લાગણી છે.

આ પણ વાંચો…
https://bombaysamachar.com/gujarat/will-bharuch-seat-turn-the-tide-on-bjps-mansuba-know-who-is-heavier-from-chaitar-and-mansukh-vasava/

https://bombaysamachar.com/gujarat/will-bharuch-seat-turn-the-tide-on-bjps-mansuba-know-who-is-heavier-from-chaitar-and-mansukh-vasava/

કોણ છે નિમુબેન બાંભણીયા?

નિમુબેન બાંભણીયા ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર છે. તેઓ પક્ષના જૂનાગઢ શહેર એકમ માટે ભાજપ પ્રભારી છે. તેઓ કોળી સમુદાયમાંથી આવે છે.નિમુબેન B.Sc., B.Ed. નો અભ્યાસ કર્યો છે. તેઓ શિક્ષક પણ રહી ચૂક્યા છે. નિમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે. તેઓ વર્તમાન સમયમાં ભાવનગરના 150 ફૂટ રિંગ રોડ પર પરિવાર સાથે રહે છે. નિમુબેન વર્ષ 2004થી ભાજપમાં જોડાયેલા હતા. નિમુબેન બાંભણિયા નગરસેવક તરીકે ત્રણ ટર્મ રહ્યા છે. તેઓ વર્ષ 2005 થી 2020 સુધી અને સૌથી વધુ મતની લીડથી નિમુબેન બાંભણીયા ઘોઘા સર્કલ વોર્ડમાં જીત મેળવી હતી. નિમુબેન બાંભણીયા ભાવનગર નગરપાલિકાના મેયર તરીકે બે ટર્મ 2015 થી 2018 અને 2009 થી 2010 રહી ચૂક્યા છે. નિમુબેન બાંભણીયા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 2011થી 2016 દરમિયાન ડારેક્ટર રહી ચુક્યા છે.

કોણ છે ઉમેશ મકવાણા?

ગુજરાતમાં I.N.D.I.A ગઠબંધનના ઉમેદવાર તરીકે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને હવે લોકસભામાં ભાવનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે. ઉમેશ નારાયણભાઈ મકવાણા વિહલનગર, પાંચપડા, પાળીયાદ રોડ બોટાદના રહેવાસી છે. તેમનો જન્મ 27મી મે 1977 ના રોજ થયો હતો. તેઓ હિન્દુ અને કોળી પટેલ જ્ઞાતિમાંથી આવે છે. તેમણે બી.એ, બી.એડ.નો અભ્યાસ કર્યો છે. યુનિવર્સિટીમાં તેઓ પ્રથમ રહ્યા હતા. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)માં બોટાદ વિધાનસભા બેઠક પર AAPના ઉમેશ મકવાણાની 2779 મતોથી જીત થઇ હતી. અહીં ભાજપના ઘનશ્યામ વિરાણી, કોંગ્રેસના મનહર પટેલ અને આપના ઉમેશ મકવાણા વચ્ચે જંગ જામ્યો હતો.

ભાવનગરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને જ ઉમેદવારની પસંદગી કરી છે, ત્યારે કોનું ગણિત સાચું પડે છે તે તો 4 જૂને મત ગણતરી બાદ જ ખબર પડી જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading