નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Arvinder Singh Lovely resigns: દિલ્હીમાં કોંગ્રેસને ઝટકો, પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીનું રાજીનામું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election)ના ઘમાસાણ વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ(Delhi Congress)ને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી(Arvinder Singh Lovely)એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અહેવાલો મુજબ દિલ્હી કોંગ્રેસના મહાસચિવ પ્રભારી દીપક બાબરિયા સાથે મતભેદને કારણે તેમણે રાજીનામું આપ્યું છે.

અગાઉ કોંગ્રેસના નેતાઓએ બાબરિયાની કાર્ય પદ્ધતિ અને વ્યવહાર સામે વાંધો ઉઠાવ્યા હતા. અરવિંદ સિંહ લવલીના મતે બાબરિયાની વિરુદ્ધમાં રહેલા નેતાઓને હાંકી કાઢવા માટે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. એટલા માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે.

અરવિંદર લવલીએ પોતાના રાજીનામાના પત્રમાં લખ્યું છે કે દિલ્હી કોંગ્રેસ યુનિટ કોંગ્રેસ પર ખોટા, બનાવટી અને દૂષિત ભ્રષ્ટાચારના આરોપો મૂકવાના એકમાત્ર આધાર પર રચાયેલી પાર્ટી સાથેના ગઠબંધનની વિરુદ્ધ છે. આમ છતાં પાર્ટીએ દિલ્હીમાં AAP સાથે ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો.

અરવિંદર લવલીએ તેમના રાજીનામા પત્રમાં લખ્યું છે કે તેઓ ઘણા કારણોસર પોતે અસહાય એવું અનુભવે છે અને પોતાને દિલ્હી પાર્ટી યુનિટના પ્રમુખ તરીકે ચાલુ રાખવા માટે અસમર્થ માને છે. પત્રમાં તેમણે લખ્યું, ’31 ઓગસ્ટ, 2023ના રોજ મને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો, જેના માટે હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. મેં છેલ્લા 7-8 મહિનામાં પાર્ટીને દિલ્હીમાં પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો કર્યા છે જેથી પાર્ટી એ સ્થિતિમાં પછી ફરે, જે સ્થિતિમાં અગાઉ ક્યારેક હતી.’

લવલીએ આગળ લખ્યું કે, ‘ઓગસ્ટ 2023માં જ્યારે મને ચાર્જ સોંપવામાં આવ્યો ત્યારે પાર્ટી યુનિટની સ્થિતિ શું હતી એ દરેક વ્યક્તિ જાણે છે. ત્યારથી મેં પાર્ટીઓને પુનર્જીવિત કરવા અને સ્થાનિક કાર્યકરોને ફરીથી ઉત્સાહિત કરવા સખત મહેનત કરી છે. મેં પાર્ટીમાં સેંકડો સ્થાનિક કાર્યકરો અને સ્થાનિક નેતાઓને ફરીથી પાર્ટીમાં સામેલ કર્યા.’

અરવિંદર સિંહ લવલીએ લખ્યું, ‘દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા લેવામાં આવેલા તમામ સર્વસંમતિથી નિર્ણયો પર AICC મહાસચિવ (દિલ્હી પ્રભારી) દ્વારા એકપક્ષીય રીતે વીટો કરવામાં આવ્યો હતો. AICCના જનરલ સેક્રેટરીએ મને DPCCમાં કોઈ વરિષ્ઠ નિમણૂક કરવાની મંજૂરી આપી ન હતી. મીડિયા હેડ તરીકે અનુભવી નેતાની નિમણૂક માટેની મારી વિનંતીને સદંતર ફગાવી દેવામાં આવી હતી.

આ ઉપરાંત કન્હૈયા કુમારનો ઉલ્લેખ કરતા અરવિંદર સિંહ લવલીએ લખ્યું કે, ‘ઉત્તર-પૂર્વ દિલ્હી બેઠક પરના ઉમેદવાર (કન્હૈયા કુમાર) દિલ્હીના સીએમના ખોટા વખાણ કરી રહ્યા છે અને મીડિયામાં પાર્ટીની માન્યતાઓથી વિરોધાભાસી નિવેદન આપી રહ્યા છે. તેઓ દિલ્હીના નાગરિકોની વેદનાને ધ્યાનમાં લીધા વિના શિક્ષણ, આરોગ્ય, રોડ અને પાવર સેક્ટરમાં કરવામાં આવેલા કથિત કામ અંગે AAPના ખોટા પ્રચારને સમર્થન આપી રહ્યા છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે