આપણું ગુજરાત

વાયબ્રન્ટ પહેલા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ વણવપરાયેલા પ્લોટ પરત કરી શકાશે

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત સમિટનો હેતુ ગુજરાતમાં રોકાણકારોને આકર્ષવા અને નવા ઉદ્યોગો ગુજરાતમાં સ્થપાય તે છે. હવે જ્યારે નવા ઉદ્યોગો રાજ્યમાં આવે ત્યારે સ્વાભાવિક સરકાર તરફથી પણ તેમને અમુક સુવિધાઓ આપવામાં આવે, જેથી તેઓ અહીં આવી ઉદ્યોગો સ્થાપે. આ સુવિધાઓમાં સૌથી મહત્વની સુવિધા જમીન હોય છે. આથી રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે જે અંતર્ગત રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે.

રાજ્યની વિવિધ જીઆઈડીસીમાં અંદાજે 1800 હેક્ટર વણવપરાશી જમીનમાં નવા ઉદ્યોગો સ્થાપી શકાશે. સરકારના આ નિર્ણયથી રોજગાર સર્જન અને આર્થિક વિકાસને વેગ મળશે, તેમ માનવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદારતમ નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ઉદ્યોગકારોને ઉદ્યોગોની સ્થાપના માટે રાજ્યની જીઆઈડીસીમાં જમીન સંપાદન કરીને લીઝ પર ફાળવવામાં આવે છે. આવા ફાળવાયેલા પ્લોટધારક જો પ્લોટનો વપરાશ કરવા સક્ષમ ન હોય તો જીઆઈડીસીને પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત સોંપી શકે તેવી પદ્ધતિ હાલ અમલમાં છે. આવા પ્લોટની સ્વૈચ્છિક પરત સોંપણીના કિસ્સાઓમાં પ્લોટધારકને પ્લોટની હાલની ફાળવણી કિંમતની સાપેક્ષમાં ખૂબ જ ઓછી રકમ પરત મળતી હોય છે. આ સંજોગોમાં પ્લોટધારકો સ્વૈચ્છિક પરત સોંપણી માટે તૈયાર થતાં નથી. આથી એક બાજુ આવી જમીન વણવપરાયેલી પડી રહે છે તો બીજી બાજુ નવા ઉદ્યોગો માટે જમીન ઉપલબ્ધ કરવાનું અઘરું બને છે. હવે આ સ્થિતિનું નિરાકરણ લાવવા આવા પ્લોટ સ્વૈચ્છિક પરત સોંપવાના કિસ્સામાં પ્લોટધારકે ફાળવણી સમયે ભરપાઈ કરેલી ફાળવણી કિંમત અને જીઆઈડીસીની હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં પ્લોટધારકને રકમ પરત કરવામાં આવશે.

એમ માનવામાં આવે છે કે આ નિર્ણય બાદ રાજ્ય સરકારની જીઆઈડીસીમાં પડેલી લગભગ 1800 એકર જેટલી જમીન નવા ઉદ્યોગો માટે ઉપયોગમાં લઈ શકાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…