વેપાર અને વાણિજ્ય

શુદ્ધ સોનું ₹ ૪૧૮ વધીને ₹ ૬૭,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૩૦ વધી

મુંબઈ: આવતીકાલે મોડી સાંજે અમેરિકાનાં પીસીઆઈ (પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર) ડેટાની થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હોવા છતાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે આજે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં અનુક્રમે ૦.૮ ટકાનો અને ૦.૯ ટકાનો ઉછાળો આવ્યો હતો.

ચાંદીના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યાના જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈને કારણે સોનામાં વધેલી આયાત પડતર અને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૭થી ૪૧૮નો ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ રૂ. ૬૭,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. જોકે, ચાંદીમાં વૈશ્ર્વિક સ્તરે મક્કમ વલણ રહ્યું હોવાથી ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૦ વધી આવ્યા હતા. આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક સ્તરે સાંકડી વધઘટના નિર્દેશ હોવાથી સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હોવા છતાં વપરાશકાર ઉદ્યોગ તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૦ વધીને રૂ. ૭૪,૧૨૭ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો નબળો પડવાથી આયાત પડતરોમાં વધારો થવાથી ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૭ વધીને રૂ. ૬૬,૯૮૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૧૮ વધીને રૂ. ૬૭,૨૫૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાના અહેવાલ હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વનાં વ્યાજદરમાં કપાતના નિર્ણયમાં મુખ્ય ભૂમિકા ભજવનાર પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર ડેટાની આવતીકાલે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે રોકાણકારોના સાવચેતીના અભિગમ જોવા મળ્યો હતો. તેમ છતાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી તેમ જ ભૌગોલિક તણાવને કારણે સલામતી માટેની માગને ટેકે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૨૨૧૨.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આવતીકાલે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજારો બંધ રહેવાની હોવાથી આ મહિનાનું છેલ્લું સત્ર છે અને અત્યાર સુધીમાં માસિક ધોરણે સોનાના ભાવમાં એક વર્ષનો સૌથી મોટો આઠ ટકાનો ઉછાળો નોંધાયો છે. વધુમાં આજે વાયદામાં ભાવ ૦.૯ ટકા વધીને ૨૨૩૨.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૪.૬૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક તરફ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કપાતના સંકેત આપ્યા છે. તેમ જ ઈઝરાયલ-હમાસ અને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ અને રાતા સમુદ્રની કટોકટીની બજાર પર થઈ રહેલી માઠી અસર જેવાં પરિબળો સોનાની તેજીની તરફેણમાં હોવાનું ટેસ્ટીલિવનાં ગ્લોબલ માઈક્રો વિભાગના હેડ લ્યા સ્પિવકે જણાવતાં ઉમેર્યું હતું કે હાલની સ્થિતિ જોતા આ મહિનામાં સોનાના વૈશ્ર્વિક ભાવ રેન્જ બાઉન્ડ રહેશે અને જો ભાવ ઔંસદીઠ ૨૨૨૫ની પ્રતિકારક સપાટી તોડશે તો ભાવ વધીને ૨૩૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. ગઈકાલે ફેડ ગવર્નર વૉલરે ગઈકાલે જણાવ્યું હતું કે તાજેતરનાં અમેરિકાના ફુગાવાના નિરુત્સાહી ડેટાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા છે. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ૬૨ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆતની ધારણા મૂકી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કાકડીને ખાવાની આ છે સાચી રીત… A Simple Guide: What NOT to Offer Lord Shani Most Expensive Celebrity Mangalsutras: Unveiling the Price Tags Baby Raha with Mommy Alia at Kareena Kapoor’s House: Cuteness Overloading