વેપાર અને વાણિજ્ય

નિકલની આગેવાની હેઠળ અમુક ધાતુઓમાં સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્ટોકિસ્ટોની લે-વેચ અને વપરાશકાર ઉદ્યોગની માગ અનુસાર ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની સતત બીજા સત્રમાં લેવાલી જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦નો સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ નિકલની આગેવાની હેઠળ કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ તથા એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ત્રણનો સુધારો આવ્યો હતો, જ્યારે ટીન, લીડ ઈન્ગોટ્સ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને કોપર વાયરબારમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ચારનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયની અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે નિકલ અને બ્રાસ શીટ કટિંગ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૦ વધીને રૂ. ૧૬૩૩ અને રૂ. ત્રણ વધીને રૂ. ૫૭૦ના મથાળે રહ્યા હતા. આ સિવાય વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે કોપર સ્ક્રેપ હેવી અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૮૪૭ અને રૂ. ૭૮૦ તથા કોપર કેબલ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૮૫૪ અને રૂ. ૮૯૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ટીનના ભાવ કિલોદીઠ રૂ. ચાર ઘટીને રૂ. ૩૦૫૨, અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. બે ઘટીને રૂ. ૧૯૩ અને કોપર વાયરબાર તથા એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક ઘટીને અનુક્રમે રૂ. ૮૮૮ અને રૂ. ૨૪૬ના મથાળે
રહ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!