વાદ પ્રતિવાદ

આ વિશાળ બ્રહ્માંડમાં ઈન્સાનની હૈસિયત કયા પ્રકારની છે?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

અલ્લાહના કલામો અર્થાત્ વાક્યો – કથનો પર દૃઢ રહેનારા મોમિનો-સાચા મુસલમાનો કદી પણ માયુસ-નિરાશ થતા નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ન હોય? તે હેમખેમ પાર ઊતરીને રહે છે અને એના જીવનમાં ફરીથી બહાર આવી જાય છે.

  • આ વિશાળ બ્રહ્માંડની રચના કરનાર અલ્લાહતઆલા-ઈશ્ર્વરે તેને એટલું મોટું બનાવ્યું છે કે ઈન્સાનની અક્કલ તેની કલ્પના પણ કરી શકવા અસમર્થ છે.
  • કરોડો-અરબો સિતારા
  • ગ્રહો
  • સજીવ અને નિર્જીવ મખ્લુક (સૃષ્ટિ)
  • તે સર્વેનું શિસ્તબદ્ધ રીતે એક ચોક્કસ સમયપત્રક
  • ટાઈમટેબલ મુજબ સંચાલન
  • ઋતુઓમાં ચોક્કસ મહિનાઓમાં ફેરફારો થવા
  • ધરતીમાંથી અનાજ, ઝાડ-પાન, ફળફૂલ, ઘાસ-વાસ વગેરેનું ઉગવું-નીકળવું
  • દરેક ‘સર્જન’નું, તેને ચલાવનાર સર્જકની ઈચ્છાનુસાર ચાલવું. * જીવન અને મૃત્યુની ઘટમાળ અચુક રીતે ચાલુ રહેવી * એ ઘટમાળ પણ બ્રહ્માંડના મહાન ખાલિક (સર્જક)ની ઇચ્છા મુજબ કરોડો-અનગીનત વર્ષથી ચાલુ રહે. * આટલી મહાન વ્યવસ્થામાં આપણે આજે જે વિચારવાનું છે, તે એ છે કે, આ વિશાળ બ્રહ્માંડમાં માનવીની હૈસિયત કયા પ્રકારની છે? * રબે ઈન્સાનને આ બ્રહ્માંડમાં કયો ‘રોલ’ (ભૂમિકા) અદા કરવા મોકલ્યો છે?
    કુરાને કરીમનો અભ્યાસ કરવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે કુરાની તાલીમ મુજબ, અલ્લાહની ઇચ્છા એ છે કે વિશાળ કાએનાત (બ્રહ્માંડ)માં માનવી પોતાના મુકામને, પોતાની ભૂમિકાને ઓળખી લે, પછી ‘માનવી અને કાએનાત’ તથા ‘માનવી અને ખુદા’ વચ્ચે જે સંબંધ છે, તેનાથી યથાશક્તિ જાણકાર થઈને, પોતાની સીરત (ચારિત્ર્ય)ને સંપૂર્ણ કરે અને પોતાના વ્યક્તિત્વને વિકસાવે. તેમ કરીને પોતાની જાતને, દરેક માનવી, તે આલા અને અફઝલ (ઊંચા અને શ્રેષ્ઠ) મુકામ પર પહોંચાડવાનો પ્રયત્ન કરે, જેથી ખરા અર્થમાં તેની મહાનતાના ફર્ઝની અદાયગી કરી શકે.

કુરાને શરીફની તાલીમને દરેક મોમિન બંદાએ સમજવીજ પડશે અને પોતાના જીવનમાં તેનો અમલ કરવો પડશે. * સુરા માએદહ’ની આમત ૧૦૫માં ફરમાવવામાં આવ્યું છે કે * ‘હે ઈમાનવાળાઓ! તમો પોતાની ફિકર કરો. * જે ગુમરાહ થયો, તે તમારું કશું બગાડી શકશે નહીં, જ્યારે તમે (સીધા) માર્ગ પર છો. * તમે બધાએ અલ્લાહની તરફ જ પાછા જવાનું છે, પછી તે તમને બતાવી દેશે, જે તમે કરતા હતા. * મજકૂર આયતમાં અર્થોનો ભંડાર ભર્યો છે. રબ ફરમાવી રહ્યા છે કે, ‘હે લોકો જે ઈમાન લાવ્યા છે, તમે તમારા નફસ (આત્મા-જીવ)ની સુધારણા અલ્લાહની કિતાબ અને સુન્નતે નબવી (પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમનું આચરણ)ના માર્ગદર્શક નિયમો (હુકમો) મુજબ કરો.’ આ આયતે કરીમામાં બીજાઓને ભલાઈની તરફ બોલાવવાની અને બૂરાં કાર્યોથી રોકવાની ઘણી તાકીદ છે. પોતાની ફિકર કર્યા પછી શાંત બેસી રહેવાનું નથી, પરંતુ અકલી, નકલી (એટલે કથનો દ્વારા એકથી બીજા યુગમાં અને તે રીતે અત્યાર સુધી ચાલી આવેલી) દલીલો દ્વારા, દાવતે હક આપવાની છે, તેમની શંકાઓ-ગેરસમજોને દૂર કરવાની છે.

આ માટે સૌ પ્રથમ મુસ્લિમ ઉમ્મત્ પોતાની સુધારણા કરે અને એના પછી તમામ માનવજાતની ઇસ્લાહ (સુધારણા)ની ફર્ઝને અંજામ આપે. મોમિન બંદો દરેક પ્રકારની બુરાઈઓથી પોતાની જાતને બચાવે. આયત પઢો અને તેનો ગલત અર્થ તારવો નહીં.

  • હઝરત અબુબક્ર સિદ્દીક રદ્યિતઆલા અન્હોએ ફરમાવ્યું કે મેં પોતે રસૂલે કરીમ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમથી સાંભળ્યું છે કે, ‘લોકો જ્યારે કોઈ બૂરાઈને જુએ અને તેનો વિરોધ કે ઉપાય ન કરે, તો અલ્પ સમયમાં તેમની પર અલ્લાહનો અઝાબ (પ્રકોપ) આવી જાય તે શક્ય છે.’

કુરાને કરીમ તે કિતાબ છે, જેણે ‘કાએનાત’ વિશે અને ‘રબ્બે કાએનાત’- આલોક અને પરલોક વિશે માનવીને જાણકારી આપી દીધી છે જ. આ વિષય પર હજુ ઘણું લખી શકાય તેમ હોઈ, ફરી ક્યારેક તે અંગે જાણકારી હાંસલ કરીશું. ઇન્સાઅલ્લાહ (ઈશ્ર્વરાધીન)

  • જાફરઅલી ઈ. વિરાણી

બોધ:
પવિત્ર કુરાનની ‘સુરા નિસા’ની આયત ૩૬મા અલ્લાહ તઆલા ફરમાવે છે કે, ‘…. અને તમે પરવરદિગારની બંદગી (પ્રાર્થના, સ્તુતિ) કરો અને કોઈને પણ તેનો ભાગીદાર ઠેરવો નહીં. * મા-બાપ સાથે ભલાઈથી વર્તાવ કરો તેમજ * સગાસંબંધીઓ, યતીમો-અનાથો મીસ્કીનો-ગરીબ લાચારો સાથે, પાડોશીઓ, સ્નેહીઓ-મિત્રો, સાથી સંગાથીઓ સાથે અને પાસે બેસનારા મિત્રો, મુસાફરો સાથે ભલાઈ કરો * બેશક! જેઓ અભિમાની અને શેખી કરનારા છે, તેમને અલ્લાહ પ્રિય રાખતો નથી.


સનાતન સત્ય:
‘શું તમે આ નહીં જોયું કે જે કાંઈ પૃથ્વી અને આકાશમાં છે, તેને અલ્લાહે તમારા તાબે કરી દીધું છે? એટલે કે તમારા અખત્યારમાં આપી દીધું છે.


ધર્મ સંદેશ:
અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલ (પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ સલ્લામનો હુકમ માનીને ચાલે, તો તેઓ (કયામતના દિવસે) પણ તે લોકોની સાથે (જન્નત-સ્વર્ગમાં) હશે, જેમની પર અલ્લાહે ખાસ કૃપા કરી છે (અર્થાત્: નબીઓ અને સિદ્કિો અને નેક બુઝુર્ગો (આલીમો, જ્ઞાનીઓ અને શહીદો:) તે ઘણા સારા મિત્રો છે.


સાપ્તાહિક સંદેશ:
ચુપકીદીથી શરમાવું કે પસ્તાવું પડતું નથી, પણ બોલવાથી ક્યારેક દુનિયા અને આખેરત (પરલોક)માં પસ્તાવાનો વખત આવે છે.

  • હદીસે નબવી
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…