વાદ પ્રતિવાદ

ઈસ્લામમાં સ્ત્રી વિશેના પ્રગતિશીલ હુકમો

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

કલમો અર્થાત્ ઈશ્ર્વર, અલ્લાહ એક હોવાનો એકરાર કરવો. નમાઝ, રોજા, ઝકાત, હજ જેવા ફરજરૂપ અરકાનો અદા કરવા જેટલું જ મહત્ત્વ દીન ઈસ્લામ સ્ત્રીના દરજ્જાને આપે છે.

મહાન સુધારક પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના આગમન સમય સુધી દીકરીના જન્મને અપશુકન ગણવામાં આવતું હતું અને તેને દૂધ પીતી – જન્મતાં જ જીવતી દફનાવી દેવામાં આવતી હતી અને અક્કલનો ઉપયોગ કર્યા વગર જ આરબ પ્રજા તબાહી વ બરબાદી તરફ ઘસડાતી જતી હતી.

  • પરંતુ અલ્લાહના રસુલ આ દુનિયામાં કૃપાળુ બનીને પધાર્યા ત્યારે આપે લોકોને તાલીમ આપવા અને સ્ત્રીઓનો ઊંચો દરજ્જો સમજાવવા પોતાની પ્યારી બેટી જનાબે ફાતેમા અલૈયહિસ્સલ્લામના ઘરથી શરૂઆત કરી. * આપ જ્યારે હઝરત ફાતેમા (અ.)ના ઘરે પધારતા અને પિતા-પુત્રીનું મિલન થતું ત્યારે આપ પોતે ઊભા થઈને સલામ કરતા. * જે દેશમાં દીકરીઓને જીવતી દફન કરાતી તે સમાજમાં સ્ત્રીનું આવું સન્માન જોઈને લોકોની આંખ ખુલવા લાગી. * પયગંબર સાહેબનો વંશ પણ બેટી ફાતેમા (અ.)ની નસલથી ચાલુ રહ્યો. * અલ્લાહના રસુલની આવી તાલીમ સાથે કુરાને મજીદ દ્વારા સ્ત્રીઓના હકો વિશેના સ્પષ્ટ આદેશો આવવા લાગ્યા. જે આ પ્રમાણે હતા: ૧ – દરેક મુસ્લિમ પુરુષ અને સ્ત્રી માટે ઈલ્મ – શિક્ષણ લેવું ફરજિયાત જાહેર થયું. ૨ – ઓરતોને વારસાના હકો મળ્યા. ૩ – મા-બાપોને આદેશ મળ્યો કે તમારા પુત્રોની સરખામણીમાં પુત્રીઓ સાથે નરમાશથી વર્તન કરો અને તેઓનું માન જાળવો. ૪ – દીકરીના શિયળના રક્ષણની ખાસ કાળજી રાખો. ૫ – માતા બનીને પોતાનાં બાળકોનો સારી રીતે ઉછેર કરી શકે અને તે દ્વારા સમાજને તંદુરસ્ત બનાવી શકે તે માટે દીકરીઓને પૂરું શિક્ષણ આપો. ૬ – સ્ત્રીઓને બૂરી નજરથી બચાવવા એના શિયળનું રક્ષણ કરવા તેનું શરીર ઢંકાય તેવા કપડાં તેને પહેરાવો. ૭ – દીકરીના લગ્ન તેની રજામંદી હોય ત્યાં જ કરો. એની મંજૂરી વગરના નિકાહ જાઈઝ (કબૂલ) ગણાશે નહીં. ૮ – પતિએ પત્ની સાથે ઘરસંસારમાં પૂરી સંભાળ રાખવી. * એની સાથે અન્યાય કરવો નહીં * તે એટલે સુધી કે ઘરનું કામ કરવાની પત્નીની ઈચ્છા ન હોય તો પતિએ નોકરની વ્યવસ્થા કરવી અને પત્ની ઈચ્છે તો તેને અન્ય સામાજિક પ્રગતિનાં કાર્યોમાં ભાગ લેવાની છૂટ આપવી. ૯ દહેજમાં મળેલી દરેક વસ્તુઓ અને ઘરેણાં વગેરે સ્ત્રીધન કહેવાય માટે તેનો ઉપયોગ પત્નીની રજા વગર કરવો નહીં, ૧૦ – ઈસ્લામે ચાર પત્ની કરી શકાય તેવી આઝાદી પુરુષને આપી છે, પરંતુ સાથે એવો આદેશ પણ આપ્યો છે કે, એકથી વધારે પત્ની કરવામાં તેને અન્યાય થવાનો ભય લાગતો હોય તો બીજા લગ્ન ન કરે. * પુરુષ પોતાની આઝાદીનો ગેરઉપયોગ ન કરે તેની સખત તાકીદ કરવામાં આવી છે. ૧૧ – ઈસ્લામે પુરુષ અને સ્ત્રી બંનેને તલ્લાક અને પુનર્લગ્ન કરવાની સ્વતંત્રતા આપી છે, પરંતુ એકબીજા કોઈને ઉતાવળમાં અન્યાય ન કરે તે માટે તલ્લાકનો નિર્ણય લેતા અગાઉ દરેક પાસાનો પ્રમાણિકરૂપે વિચાર કરવાની તાકીદ કરી છે અને ૧૨ – અલ્લાહના નબીએ તો ત્યાં સુધી ફરમાવ્યું છે કે સ્ત્રી જ્યારે મા બને છે ત્યારે તેનો દરજ્જો એટલો મહાન બને છે કે માની સેવા મારફત સ્વર્ગ મળે છે અર્થાત્: માના પગ નીચે જન્નત છે. સ્ત્રીના હક્ક – અધિકાર વિશે ઈસ્લામે આવા પ્રગતિશીલ હુકમો આપ્યા છે.
    કુરાને મજીદ જેવી મહાન ઈલાહી કિતાબમાં સ્ત્રીઓના પોષાક જેવી એક સામાન્ય બાબત માટે અલ્લાહતઆલાએ આયાત નાઝીલ કરી હોય તે વાતથી સ્પષ્ટ થાય છે કે અલ્લાહ પાકની નજરમાં તેનું કેટલું મહત્ત્વ છે. ઈસ્લામ માત્ર એટલું જ ઈચ્છે છે કે સ્ત્રીઓ પોતાના શરીરને ઢંકાય તેવા કપડાં પહેરીને બહાર નીકળે. અંગ – ઉપાંગોનું પ્રદર્શન કરતા કપડાં પહેરવાને ઈસ્લામ પસંદ કરતો નથી. * આજના એકવીસમી સદીના પ્રગતિકર્તા યુગમાં શાળા-કૉલેજમાં અભ્યાસ કરતી બાળાઓને અંગ પ્રદર્શનથી દૂર રહેવાનો સંચાલકોનો આદેશ છે ત્યારે દીને ઈસ્લામે તો આજથી ૧૪૪૪ વર્ષ પૂર્વે જ સ્ત્રીઓને મર્યાદાવાળા પોષાક પહેરવાની હિદાયત (બોધ-જ્ઞાન, ધર્મની સમજ) આપી છે.

વ્હાલી બહેનો! આમાં આપણી આઝાદી જોખમાતી નથી એની નોંધ લેવાનું રખે ચૂકતા.

  • સ્ત્રી શિક્ષિત * સંસ્કારી * શર્મોહયાવાળી હશે તો તેના * સંતાનોમાં પણ સારા સંસ્કાર પેદા થશે
  • શમીમ એમ. પટેલ

સાપ્તાહિક સંદેશ:
આજના સાપ્તાહિક સંદેશનો વિષય એવો છે કે તેને થોડાક વિસ્તારથી કહેવો પડે તેમ છે:

  • ઈસ્લામ ‘હું’ શબ્દની ભારોભાર આલોચના કરે છે.
  • ‘હું’ શબ્દ ફક્ત – એકમાત્ર અલ્લાહ જ બોલી શકે છે કે –
  • મારી અને માત્ર મારી જ ઈબાદત કરો – કારણ કે –
  • હું જ આ વિશ્ર્વનો સર્જનહાર છું…!’

પરંતુ વાહરે અલ્લાહના બંદા! એ બિચારાને હું કંઈ છું, સાવ સામાન્ય મોમીન નથી તેવું જતાવવા – કેટકેટલો સાચો – ખોટો પ્રયત્ન કરવો પડતો હોય છે અને છેવટે તેનાથી તો માત્ર અહંકાર જ પેદા થાય છે અને આવો અહંકાર એક એવી બીમારીમાં લેખાય છે કે જે અસાધ્ય રોગો કરતાં પણ વધુ ઘાતક પુરવાર થાય છે.

  • અહંકારમાં ફસાયેલો માનવી છેવટે ખતમ થઈ જાય છે. * જીવલેણ રોગના નિદાન માટે ડૉક્ટર આપણને કોઈ સલાહ-સૂચન આપે તો આપણે કોઈ પ્રકારનો અણગમો વ્યક્ત કરતા નથી પરંતુ * કોઈ જ્ઞાની-આલિમ કહે કે તમારામાં અહંકારનો મહારોગ પ્રસરી ગયો છે માટે સચેત બની જાવ તો તેની સલાહને માનવા આપણે સહેજે તૈયાર હોતા નથી. બલકે તેના પર અણગમો દર્શાવી મનોમન કહેતા હોઈએ છીઅ કે તે આપણને સલાહ આપનાર કોણ? * હું બધું જાણું છું. * પરિણામે અહંકાર નામનો માનસિક રોગનો ઈલાજ આપણે કરતા નથી. * બલકે તેને પાલી-પોષી-શણગારીએ છીએ અને અંતમાં પતનને નોતરીએ છીએ.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…