પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડની આશા છે? નહીં, ભારત માટે હવે ‘ધી એન્ડ’

રવિવારે મધરાત બાદ 12.30 વાગ્યાથી ક્લોઝિંગ સેરેમની

પૅરિસ: હવે સત્તાવાર રીતે નક્કી થઈ ગયું. ભારતીય ઍથ્લીટો-ખેલાડીઓનો સંઘ પૅરિસ ઑલિમ્પિક્સમાંથી એક પણ ગોલ્ડ મેડલ જીત્યા વગર પાછા આવી રહ્યા છે.

ઑલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં હજી પણ ફક્ત ભારતીય હૉકી ટીમ (વિક્રમજનક આઠ ગોલ્ડ), શૂટર અભિનવ બિન્દ્રા (2008 ઑલિમ્પિક્સમાં ગોલ્ડ) અને ભાલાફેંકના ઍથ્લીટ નીરજ ચોપડા (2021 ઑલિમ્પિક્સમાં ગોલ્ડ)ના નામે સુવર્ણચંદ્રક છે. ભારત અત્યાર સુધીમાં કુલ મળીને ફક્ત 10 ગોલ્ડ મેડલ જીત્યું છે. એક સમયે ભારતે 1928થી 1952 સુધીમાં સતત પાંચ ઑલિમ્પિક્સમાં હૉકીનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ વખતે ભારતીય ટીમ લાગલગાટ બીજો બ્રૉન્ઝ મેડલ જીત્યું છે.

શનિવારે કુસ્તીબાજ રિતિકા હૂડાએ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચીને ગોલ્ડ મેડલની આશા જીવંત રાખી હતી, પરંતુ ક્વૉર્ટરમાં તે હારી જતાં એ છેલ્લી આશા પણ ફળી નહોતી. ગૉલ્ફમાં અદિતી અશોક અને દિક્ષા ડાગર હજી સ્પર્ધામાં હતા, પરંતુ તેઓ મેડલ માટેની રેસની બહાર થઈ ગઈ હતી.

આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં વિનેશ ફોગાટ સામે હારેલી જાપાનની કુસ્તીબાજ કોણ છે?

ભારત આ વખતે એક સિલ્વર અને પાંચ બ્રૉન્ઝ સહિત કુલ માત્ર છ મેડલ જીત્યું. સિલ્વર મેડલ નીરજ ચોપડાએ ભાલાફેંકમાં અપાવ્યો, જ્યારે પાંચમાંથી બે બ્રૉન્ઝ શૂટર મનુ ભાકર જીતી છે. એમાંનો એક બ્રૉન્ઝ તેણે સરબજોત સિંહ સાથેની જોડીમાં મેળવ્યો હતો. એક બ્રૉન્ઝ શૂટર સ્વપ્નિલ કુસાળે જીત્યો અને એક બ્રૉન્ઝ કુસ્તીબાજ અમન સેહરાવતે અપાવ્યો. એક બ્રૉન્ઝ મેડલ મેન્સ હૉકી ટીમે જીતી લીધો છે.

મેડલ વિજેતા દેશોની યાદીમાં ભારત કરતાં પાકિસ્તાન આગળ છે, કારણકે પાકિસ્તાને એક ગોલ્ડ મેડલ મેળવ્યો છે. એ ઐતિહાસિક ગોલ્ડ મેડલ ભાલાફેંકમાં અર્શદ નદીમે બે દિવસ પહેલાં અપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મેડલ વિજેતા દેશોના રૅન્કિંગ્સમાં જે દેશ સૌથી વધુ ગોલ્ડ મેડલ મેળવે એના નામ સૌથી ઉપર આવે છે.

ભારત કુલ છ મેડલ જીત્યું છે અને ઑલિમ્પિક્સના ઇતિહાસમાં ભારતનો આ સેકન્ડ-બેસ્ટ પર્ફોર્મન્સ છે. 2012ની લંડન ઑલિમ્પિક્સમાં પણ ભારતને છ મેડલ મળ્યા હતા. જોકે 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ભારત એના ઇતિહાસમાં સૌથી વધુ સાત ચંદ્રક જીત્યું હતું.

રવિવાર, 11મી ઑગસ્ટે પૅરિસ ઑલિમ્પિક્સમાં છેલ્લો દિવસ છે અને ભારતીય સમય અનુસાર મધરાત બાદ (12.30 વાગ્યાથી) ક્લોઝિંગ સેરેમની યોજાવાની છે જે લગભગ બે કલાક સુધી ચાલશે.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker