IPL 2024

3.80 કરોડ રૂપિયાવાળા રિયાન પરાગની પાવરફુલ ફટકાબાજીનું શું રહસ્ય હતું, જાણો છો?

જયપુર: કોઈ પણ વ્યક્તિને મસમોટી રકમ મળવાની હોય એટલે તેનામાં અથાક મહેનત કરવા, મગજને વધુ કામે લગાડવા અને ગમેએમ કરીને પોતાના કાર્યમાં સફળતા મેળવવા આપોઆપ તાકાત આવી જતી હોય છે. પછી ભલે એ શારીરિક શક્તિ હોય કે માનસિક. ‘સબસે બડા રૂપૈયા’.

જોકે આઇપીએલ એવી રોમાંચક લીગ ટૂર્નામેન્ટ છે જેમાં કરોડો રૂપિયા મળવા ઉપરાંત સારું પર્ફોર્મ કરી બતાવવા અંદરથી આપોઆપ પાવર આવી જતો હોય છે. ખેલાડી વીસેક લાખ જેટલી બેઝ પ્રાઇસમાં ખરીદવામાં આવ્યો હોય કે કરોડો રૂપિયામાં, તે મેદાન પર ઉતરે એટલે ગમે એમ કરીને ઉત્કૃષ્ટ દેખાવ કરવા કોઈ કસર નથી છોડતો.

રાજસ્થાન રૉયલ્સના હાર્ડ-હિટર અને આસામ રાજ્યના ગુવાહાટીમાં જન્મેલા બાવીસ વર્ષના ટૉપ ઑર્ડર બૅટર રિયાન પરાગ (અણનમ 84 રન, 45 બૉલ, છ સિક્સર, સાત ફોર)ના કિસ્સામાં આવું જ બન્યું. જયપુરમાં તેની ધમાકેદાર ઇનિંગ્સ આખી મૅચમાં સર્વશ્રેષ્ઠ સાબિત થઈ હતી. રાજસ્થાને તેના અણનમ 84 રનની મદદથી પાંચ વિકેટે 185 રન બનાવ્યા અને પછી દિલ્હી કૅપિટલ્સની ટીમ પાંચ વિકેટે 173 રન બનાવી શક્તા રાજસ્થાનનો 12 રનથી વિજય થયો હતો.

આપણ વાંચો: IPL-2024ને લઈને ચેરમેન અરુણસિંહ ધુમાલ કરી આ મહત્ત્વની જાહેરાત…

એક તબક્કે રાજસ્થાનનો સ્કોર ત્રણ વિકેટે માત્ર 36 રન હતો, પણ પરાગની ઇનિંગ્સે બાજી પલટાવી નાખી હતી.
પરાગને ફ્લૂ હતો તેમ જ શરીરના સ્નાયુઓમાં દુખાવો પણ હતો. 24મી માર્ચે જયપુરમાં લખનઊ સામેની મૅચમાં તેણે ચોથા નંબર પર બૅટિંગ કરીને 29 બૉલમાં ત્રણ સિક્સરની મદદથી 43 રન બનાવ્યા હતા. રાજસ્થાને એ મૅચ જીતી લીધી હતી. જોકે ગુરુવારે પરાગના રમવા વિશે શંકા હતી, કારણકે તે ત્રણ દિવસથી પથારીવશ હતો.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આસામ વતી 73 સિક્સર અને 195 ફોરની મદદથી કુલ 1798 રન બનાવનાર પરાગે ગુરુવારે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ સ્વીકાર્યા પછી કહ્યું, ‘આ ઇનિંગ્સ માટે ખૂબ મહેનત કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી હું પથારીવશ હતો. પેઇનકિલર ટેબ્લેટ્સ લીધી એટલે ઊભો થઈ શક્યો અને રમવા આવી શક્યો. મારી ખુશીનો કોઈ પાર નથી.’

પરાગને રાજસ્થાન રૉયલ્સનું ફ્રૅન્ચાઇઝી આઇપીએલની એક સીઝન રમવાના 3.80 કરોડ રૂપિયા આપે છે. પરાગ સ્પીચ આપતી વખતે ભાવુક થઈ ગયો હતો. તેણે કહ્યું, ‘મારું ફૅમિલી હવે સ્થાયી થઈ ગઈ છે. મારી મમ્મી અહીં જ છે. તેના વિશે કહું તો તેણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. જોકે આજે હું જે કંઈ છું એ માટે મને મારી મમ્મીનો અને પૂરા પરિવારનો ખૂબ સપોર્ટ મળ્યો છે.’

પરાગને બૅટિંગ-ઑર્ડરમાં ચોથા નંબર પર પ્રમોટ કરવામાં આવ્યો એ નિર્ણય ફળ્યો છે. આઇપીએલની આ સીઝનમાં રમવા આવતાં પહેલાં ફર્સ્ટ-ક્લાસ મૅચોમાં પણ તે ખૂબ સારું રમ્યો હોવાથી તે ભરપૂર આત્મવિશ્ર્વાસ સાથે રાજસ્થાનની ટીમ સાથે જોડાયો હતો.

રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસને પરાગની પ્રશંસા કરતા કહ્યું, ‘મારી દૃષ્ટિએ રિયાન પરાગ છેલ્લાં થોડા વર્ષોથી બહુ મોટું નામ છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં મને પરાગ વિશે અચૂક પૂછવામાં આવતું હોય છે. તેનામાં મને સ્પેશિયલ ટૅલન્ટ દેખાય છે જે ભારતીય ક્રિકેટને ઘણું બધુ આપી શકે એમ છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
May’s Money Makers: 5 Zodiac Signs Set for Financial Success Craving Revenge? Here’s a Gripping Thriller You Can Stream Now! આગામી 22 દિવસ રાજા જેવું જીવન જીવશે લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને? IPL-2024: આજે રમાનારી મેચ પહેલાં આ કોણ મળવા પહોંચ્યું RCBના Virat Kohliને?