સ્પોર્ટસ

Women cricket: શ્રીલંકાની આ ખેલાડીએ 31 બાઉન્ડ્રી ફટકારી અણનમ 195 રન બનાવ્યા, રેકોર્ડ્સનો વરસાદ

હાલ ભારતમાં ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 17મી સિઝનમાં ચોક્કા-છગ્ગાનો વરસાદ થઇ રહ્યો છે, આ સિઝનના ઘણા જુના રેકોર્ડ્સ તૂટ્યા છે અને નવા રેકોર્ડ્સ રચાયા છે, જેની ક્રિકેટ ચાહકોમાં સતત ચર્ચા થઇ રહી છે. આ વચ્ચે શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ(Sri Lanka women cricket team)ની કેપ્ટને એક શાનદાર ઇનિંગ રમીને ઈતિહાસ રચી દીધો છે. શ્રીલંકન ઓપનર ચમારી અટાપટ્ટુ(Chamari Athapaththu)એ અણનમ 195 રન ફટકારી તમામ રેકર્ડસ ધ્વસ્ત કર દીધા છે.

હાલ શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા(South Africa)ના પ્રવાસે છે. 17 એપ્રિલે પોચેફસ્ટ્રુમ(Potchefstroom)માં રમાયેલી ત્રીજી ODI મેચમાં શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકાને 6 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં મહિલા ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત 300 પ્લસના રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં આવ્યો.

આ મેચમાં શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 139 બોલમાં 195 રનની ઈનિંગ રમી હતી જે મહિલા ક્રિકેટમાં ત્રીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. ચમારીએ ઇનિંગમાં 26 ફોર અને પાંચ સિક્સર એટલે કે કુલ 31 બાઉન્ડ્રી ફટકારી હતી. જેના કારણે શ્રીલંકાની ટીમે 44.3 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. અટાપટ્ટુએ આ મેચમાં 78 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જે તેની નવમી ODI સદી હતી. બાદમાં તેણે સિક્સર ફટકારીને મેચ પૂરી કરી હતી.

આ પહેલા દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વૂલવર્થે શાનદાર બેટિંગ કરી હતી અને 147 બોલમાં અણનમ 184 રન બનાવ્યા હતા, તેને ઇનિંગમાં 23 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમે પાંચ વિકેટે 301 રન બનાવ્યા હતા, પરંતુ દક્ષિણ આફ્રિકાના બોલરો આ સ્કોરનો ડીફેન્ડ ન કરી શક્યા.

https://twitter.com/OfficialSLC/status/1780678272885649887

આ સાથે આ મેચમાં સૌથી લાંબી પાર્ટનરશીપનો રેકોર્ડ પણ બન્યો છે. શ્રીલંકાની લૌરા વૂલવર્થ અને ચમારી અટાપટ્ટુ 175થી વધુ રન બનાવનારી પ્રથમ જોડી બની છે, ODI ક્રિકેટમાં (પુરુષ કે મહિલા)માં આ સિદ્ધિ પણ પ્રથમ વખત હાંસલ કરવામાં આવી હતી.

દક્ષિણ આફ્રિકા સામે ચમારીની 195* અણનમ ઇનિંગ્સ હવે મહિલા વનડેમાં રનચેઝ કરતી વખતે સર્વોચ્ચ સ્કોર છે, અગાઉ મેગ લેનિંગે 2017માં શ્રીલંકા સામે રનચેઝ કરતી વખતે 152* રન બનાવ્યા હતા. ODIમાં લક્ષ્યનો પીછો કરતી વખતે માત્ર ગ્લેન મેક્સવેલ (201* અફઘાનિસ્તાન સામે 2023)નો સ્કોર ચમારીથી વધુ છે.

ચમારીના અણનમ 195 રન એ મહિલા ODIમાં ત્રીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. અગાઉ એમેલિયા કેરે 2018માં આયર્લેન્ડ સામે 232* અને બેલિન્ડા ક્લાર્ક 1997માં ડેનમાર્ક સામે 229* રન બનાવ્યા હતા.

https://twitter.com/OfficialSLC/status/1780675867511026025

ચમારી હવે મહિલા વનડે ક્રિકેટમાં એકથી વધુ વખત 175 થી વધુ રનનો વ્યક્તિગત સ્કોર કરનાર પ્રથમ ખેલાડી બની ગઈ છે. તેણે 2017 વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે અણનમ 178 રન બનાવ્યા હતા.

શ્રીલંકા માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ યાદગાર બની રહેશે. શ્રીલંકાએ પ્રથમ વખત મહિલા વનડેમાં 300 રનનો આંકડો પાર કર્યો. શ્રીલંકાએ વનડે શ્રેણી 1-1થી બરાબર કરી હતી અને T20 શ્રેણી 2-1થી જીતી હતી.

ચમારી અટાપટ્ટુ મહિલા પ્રીમિયર લીગ 2024માં યુપી વોરિયર્સ ટીમ તરફથી રમી હતી, તેણે 4 મેચમાં 28 રન અને ત્રણ વિકેટ ઝડપી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…