એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા ગર્લફ્રેન્ડે કર્યું કંઈક એવું કે… વાંચશો તો તમારું પણ માથું ચકરાઈ જશે…

પ્રેમની કોઈ સીમા નથી હોતી અને એને સાબિત કરી દેખાડતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ફિલ્મી દુનિયાથી લઈને રિયલ લાઈફ સુધી ઘણા લોકો એવા છે કે જેમણે પોતાનો મનગમતો સાથી મળી જતા લગ્ન કર્યા છે, પણ જ્યારે કોઈ સંબંધ તૂટે છે ત્યારે એ સંબંધમાં રહેનાર વ્યક્તિને આઘાત લાગે છે અને એ આઘાતમાં જ ઘણી વખત લોકો નહીં કરવાનું કરી બેસે છે. અમે આજે આવો જ એક કિસ્સો લઈને આવ્યા છીએ. પણ આ કિસ્સામાં ગર્લફ્રેન્ડે બદલો લેવા માટે બોયફ્રેન્ડ સાથે જે કર્યું એ કદાચ કોઈએ સ્વપ્નેય નહીં વિચાર્યું હોય અને એના બોયફ્રેન્ડે તો જરાય નહીં….
તમને જાણીને નવાઈ લાગશે અને વિશ્વાસ પણ નહીં બેસે પરંતુ ગર્લફ્રેન્ડે પોતાના બોયફ્રેન્ડ સામે બદલો લેવા માટે બોયફ્રેન્ડના પિતા સામે જ બદલો લીધો હતો. એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર એક યુવતીએ જણાવ્યું હતું કે હાલમાં જ તેના ભાઈનું બ્રેકઅપ થયું છે પણ ભાઈની ગર્લફ્રેન્ડે પોતાના એક્સ બોયફ્રેન્ડ સામે બદલો લેવા માટે જે પગલું ભર્યું એ ખૂબ જ વિચિત્ર હતું.
આપણ વાંચો: બિગ બોસ ફેમ આરતી સિંહે બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરી
ગર્લફ્રેન્ડે એક્સ બોયફ્રેન્ડના પિતા સાથે જ લગ્ન કરી લીધા અને બોયફ્રેન્ડની સાવકી માતા બની ગઈ. એટલું જ નહીં પણ જ્યારે તેના બોયફ્રેન્ડના લગ્ન નક્કી થઈ રહ્યા હતા એ સમયે સાવકી માતાએ એવું કહીને ધમાચકડી મચાવી હતી કે સાવકી માતા હોવાને નાતે તેને આ લગ્ન વિશે સૌથી પહેલાં માહિતી હોવી જોઈએ.
વાત આટલેથી જ નથી પતતી. યુવતીએ આગળ જણાવ્યું હતું કે તેના ભાઈના લગ્નના દિવસે માત્ર બ્રાઈડે સફેદ આઉટ ફિટ પહેરવાના હતા, જ્યારે બાકીના લોકોએ રંગીન કપડાં પહેરવાના હતા. પરંતુ સાવકી માતાએ પોતાના એક્સ પ્રેમીને ખિજવવા માટે બ્રાઈડ જેવો જ સફેદ રંગનો આઉટફિટ પહેર્યો અને દરેક ફેમિલી ફોટોમાં દેખાવવાનો આગ્રહ પણ રાખ્યો હતો.
ચોંકી ગયા ને આ અજબ પ્રેમ કે ગજબ બદલે કી કહાની સાંભળીને? ભાઈ લોકોએ એમને એમ થોડી કહ્યું છે કે પ્યાર તો અંધા હોતા હૈ…