જાહન્વીના બોયફ્રેન્ડ અંગે ડેડી બોની કપૂરે શું કહ્યું?, ભાવિ જમાઈ બનશે કે શું?
મુંબઈ: બોલીવૂડની ન્યૂ જનરેશનની અભિનેત્રીઓની હરોળમાં ટોચમાં જાહ્ન્વી કપૂરનું નામ તો આવે જ અને હાલ જાહ્ન્વી તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાને લઇને ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ જાહ્ન્વીએ શિખર સાથે પોતાના 27મા બર્થ-ડે નિમિત્તે તિરુપતિ મંદિરની મુલાકાત લીધી હતી અને બંનેના ફોટો પણ ખૂબ વાયરલ થયા હતા.
જોકે જાહ્ન્વી તો ઠીક, પણ તેના પિતા તેમ જ પ્રોડ્યુસર બોની કપૂર પણ શિખરને ખૂબ પસંદ કરે છે. બોની કપૂરે શિખર વિશે આપેલા હાલના નિવેદન ઉપરથી અંદાજો લગાવી શકાય કે તે પોતાના ભાવિ જમાઇને કેટલો પસંદ કરે છે.
બોની કપૂરે એક ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે શિખરને ખૂબ પસંદ કરે છે. થોડા વર્ષો પહેલા જાહ્ન્વી શિખરને ડેટ નહોતી કરી રહી ત્યારે પણ હું તેની સાથે ખૂબ મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવતો હતો.
બોની કપૂર શિખર સાથેના પોતાના સંબંધ વિશે વધુ જણાવતા કહે છે કે મને ખાતરી હતી કે તે ક્યારેય જાહ્ન્વીનો એક્સ નહીં બની અને હંમેશાં તેની સાથે જ રહેશે.
બોની કપૂર જ નહીં, પરંતુ શિખર પણ આખા કપૂર પરિવાર સાથે ખૂબ સારા સંબંધ ધરાવે છે. તે હંમેશા હું હોવ, જાહ્ન્વી હોય કે પછી અર્જુન હોય, હંમેશાં બધા સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ધરાવતો આવ્યો છે. તેને મેળવીને અમે લોકો ખૂબ જ ‘બ્લેસ્ડ’ અનુભવીએ છીએ.
હાલમાં જ બોની કપૂર અને શિખર મુંબઈ એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા. આ દરમિયાન બોની કપૂરે મીડિયા ફોટોગ્રાફર્સ માટે પોઝ આપીને ફોટા પણ પડાવ્યા હતા. જોકે, શિખરે બોની કપૂર સાથે ફોટા પડાવવાની મનાઇ ફરમાવી દીધી હતી.