મુંબઈ: લખનઉ સુપર જાયન્ટ્સ(LSG)એ ગઈ કાલે રવિવારે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) સામે 5 વિકેટથી જીત મેળવી, આ સિઝનમાં LSGની આ પહેલી જીત હતી. આ જીતમાં કેપ્ટન ઋષભ પંતે મહત્વનો ફાળો આપ્યો, તેણે અણનમ 68 રનની શાન ઇનિંગ રમી. ઋષભ પંતે વિનિંગ શોટ ફટકાર્યો ત્યારે અવેશ ખાનને કરેલી એક હરકતને કારણે વિવાદ ઉભો થયો છે.
LSGએ એક બોલ બાકી રહેતાં SRHએ આપેલો ટાર્ગેટ ચેઝ કર્યો હતો, ટીમને 2 બોલમાં જીત માટે 1 રનની જરૂર હતી. ઋષભ પંતે 20મી ઓવરનાં પાંચમા બોલે બાઉન્ડ્રી ફટકારી, અને બોલ બાઉન્ડ્રી પાર થાય એ પહેલા અવેશ ખાને બેટ વડે બોલને પાછો મેદાનમાં ફટકાર્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા તેની ટીકા કરવામાં આવી રહી છે.
શું છે ICCના નિયમો:
ICC ના નિયમોને ટાંકીને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ સવાલો ઉઠાવી રહ્યા છે. ICCના નિયમો મુજબ ફિલ્ડર સિવાયના ખેલાડી બોલ સાથે કોઈ પણ દખલગીરી કરે તો તેને ડેડ બોલ જાહેર કરવા આવે છે અને ટીમને 5 રનની પેનલ્ટી ફટકારવામાં આવે છે. આવેશ ખાનની આવી હરકત છતાં, ઓન-ફિલ્ડ અમ્પાયરોએ દરમિયાનગીરી કરી ન હતી, અને કોઈ પેનલ્ટી ફટકારવામાં આવી ન હતી.
OVER THE IN-FIELD! 😍
— IndianPremierLeague (@IPL) April 5, 2026
Captain Rishabh Pant guides the chase and finishes it off in style 🤌@LucknowIPL off the mark on the points table +2️⃣
Scorecard ▶️ https://t.co/qC2rF1Hiiz#TATAIPL | #KhelBindaas | #SRHvLSG pic.twitter.com/SEDFsub4UD
મેચનું પરિણામ બદલાઈ શક્યું હોત:
સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે કે, જો ICCના નિયમો લાગુ કરવામાં આવ્યો હોત, તો મેચનું પરિણામ બદલાઈ શકી હોત. LSG ને જીતવા માટે કદાચ વધુ રનની જરૂર હોત. કેટલાક લોકો કહી રહ્યા છે કે LSG ને દંડ કરવો જોઈતો હતો, તો કેટલાક લોકો માને છે કે તે એક સ્પષ્ટ બાઉન્ડ્રી હતી.
LSG તરફથી બોલિંગ કરતા અવેશ ખાને હેનરિક ક્લાસેનની વિકેટ સહિત બે મહત્વપૂર્ણ વિકેટો લઈને લીધી હતી.