કેલિફોર્નિયાઃ સોશિયલ મીડિયા પર રીલ્સની એક અલર ઈમ્પેક્ટ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા કંપનીઓ પણ રીલ્સ પર સૌથી વધારે વ્યૂ આપી રહી છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરનારા યુવાનોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. આ રીલ્સમાં મનોરંજન, માહિતી, ચર્ચા, કોમેડી, ન્યૂઝથી લઈને નેવિગેશનની ટ્રિક્સ સુધીના વિડિયો હોય છે. નવરાશના સમયે લોકો ટાઈમપાસ કરવા માટે પણ રીલ્સ સ્ક્રોલ કરતા હોય છે. હવે લાંબા સમય સુધી ફોન પકડીને રીલ સ્ક્રોલ કરવા પર હાથમાં દુખાવો થઈ જાય છે.
નવું ફીચર રોલઆઉટ
આવું ન થાય એ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે એક નવું ફીચર રોલઆઉટ કર્યું છે. જે રીલ્સ માટે સ્ક્રોલિંગ કરતા લોકોને કામ આવી શકે છે. આ ફીચરની મદદથી વારંવાર સ્ક્રિન પર ઉપર કે નીચેની બાજું ટચ કરવાની જરૂર નહીં પડે. આ સુવિધા દરેક ફોન પર પ્રાપ્ય નથી હોતી. કેટલાક સ્માર્ટ ફોન અને ઈન્સ્ટાગ્રામના એક નવા વર્ઝનમાં ઓટોસ્ક્રોલ તથા ઓટો પ્લેનો વિકલ્પ જોવા મળે છે. હવે જો ફોન આ એપ્લિકેશન કે ફીચરને સપોર્ટ કરે છે તો રીલ્સ સ્ક્રોલ કરવાની જરૂર નહીં રહે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર, ગૂગલ આસિસ્ટન્ટની મદદથી વોઇસ કમાન્ડનો ઉપયોગ કરીને વિવિધ ફીચરને ઓટોમેશન કરી શકાય છે.
ઓટોમેશનની મજા
યુઝર્સ ઇન્સ્ટાગ્રામ ખોલવા અને સ્ક્રીનને સ્પર્શ કર્યા વિના કેટલાક બેઝિક કાર્યો કરવા માટે ગૂગલ આસિસ્ટન્ટને એક્ટિવ કરીને ઓટોમેશનની મજા લઈ શકે છે. કેટલાક એન્ડ્રોઇડ ડિવાઇસ 'વોઇસ એક્સેસ' ની મદદથી આ ફીચરને એક્સેસ કરી શકે છે. જે યુઝર્સને તેમના અવાજનો ઉપયોગ કરીને ફોનને કંટ્રોલ કરવાની સત્તા આપે છે. ઓટો નેવિગેશન સિસ્ટમથી સામાન્ય નેવિગેશનને સરળ બને છે, જોકે ડિવાઇસ, ઓપરેટિંગ સિસ્ટમ અને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનના એડિશનના આધારે, આ ફીચર દરેક ફોનમાં અલગ રીતે કામ કરે એવું પણ બની શકે છે.
બીજો વિકલ્પ આવો પણ છે
આઇફોન યુઝર્સ પાસે તેમના ફોનને હેન્ડ્સ-ફ્રીથી ચલાવવા માટે બીજો વિકલ્પ છે. iOS માં છે એવું વોઇસ કંટ્રોલ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. તેને સક્રિય કરવા માટે, ફોનના સેટિંગ્સમાં જઈને ઍક્સેસિબિલિટી વિકલ્પ પસંદ કરવાની જરૂર છે. એકવાર એક્ટિવ થઈ ગયા પછી, વિવિધ ફોન સુવિધાઓને વોઇસ કમાન્ડનો ઉપયોગ કરીને કંટ્રોલ કરી શકાય છે.
આ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા અને રીલ્સ જોવા જેવા કાર્યોને સરળ બનાવે છે. આ સુવિધા એવા લોકો માટે પણ ફાયદાકારક છે. આઈફોનમાં આ ફીચર એક્ટિવ કર્યા બાદ ફોનને વારંવાર ટચ કર્યા વગર પણ રીલ્સને સ્ક્રોલ કરી શકાય છે. ઓટોમેટિક રીતે રીલ્સ એક્ટિવ થઈ જશે. ફોન એન્ડ્રોઈડ હોય અને આ ફીચર પ્રાપ્ય ન હોય તો ઈન્સ્ટાગ્રામ પર આ ફીચર મળી શકે છે.
અપડેટ કરીને ચેક કરજો
આ માટે પહેલા ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનને અપડેટ કરવાની રહેશે. આ સુવિધા દરેકમાં સપોર્ટ કરતી નથી એટલે 100 ટકા ફીચરને એક્સેસ કરી શકાય એવું શક્ય નથી. આ ચેક કરવા માટે ઈન્સ્ટાગ્રામના સેટિંગમાં જઈને ઓટોમેશન સપોર્ટ કરે છે કે નહીં એ ચેક કરવાનું રહેશે. આ માટે ઓટોમેશન એક્સેસ હશે તો આ ફીચર સારી રીતે કામ કરશે. જોકે, ઈન્સ્ટાગ્રામ સિવાય આ ફીચરને લઈને યુટ્યુબ ઉપર પણ કંટ્રોલ કરી શકાય છે. નિશ્ચિત ટાર્ગેટ સુધી પહોંચ્યા બાદ સ્ક્રોલ થવાનું બંધ થઈ જશે અને નવી રીલ્સ પ્લે થશે નહીં.