Fri May 01 2026

Logo

પાંખાં કામકાજે દેશી- આયાતી તેલમાં ટકેલું વલણ...

2026-03-21 19:20:48
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 10 સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે રમઝાન ઈદની જાહેર રજાને કારણે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હતા અને માત્ર રવાનગીના છૂટાછવાયા કામકાજો થયા હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1455, સોયા રિફાઈન્ડના મે ડિલિવરી શરતે રૂ. 1500 અને સન રિફાઈન્ડના 15થી 30 એપ્રિલ ડિલિવરી શરતે રૂ. 1725, નવભારતના આરબીડી પામોલિનના રૂ. 1440થી 1442, રિલાયન્સ ક્નઝ્યુમરના સોયા રિફાઈન્ડના મે-જૂન ડિલિવરી શરતે રૂ. 1460થી 1475 અને સન રિફાઈન્ડના એપ્રિલ-મે ડિલિવરી શરતે રૂ. 1725, ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1450 અને સોયા રિફાઈન્ડના રૂ. 1470 તથા જી-વનના આરબીડી પામોલિન તથા સોયા રિફાઈન્ડના મે ડિલિવરી શરતે અનુક્રમે રૂ. 1451 અને રૂ. 1475 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.  

સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1455, સોયા રિફાઈન્ડના મે ડિલિવરી શરતે રૂ. 1500 અને સન રિફાઈન્ડના 15થી 30 એપ્રિલ ડિલિવરી શરતે રૂ. 1725, નવભારતના આરબીડી પામોલિનના રૂ. 1440થી 1442, રિલાયન્સ ક્નઝ્યુમરના સોયા રિફાઈન્ડના મે-જૂન ડિલિવરી શરતે રૂ. 1460થી 1475 અને સન રિફાઈન્ડના એપ્રિલ-મે ડિલિવરી શરતે રૂ. 1725, ઈમામીના આરબીડી પામોલિનના રૂ. 1450 અને સોયા રિફાઈન્ડના રૂ. 1470 તથા જી-વનના આરબીડી પામોલિન તથા સોયા રિફાઈન્ડના મે ડિલિવરી શરતે અનુક્રમે રૂ. 1451 અને રૂ. 1475 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. 

વધુમાં આજે ગુજરાતમાં રાજકોટ મથકે અંદાજે 3000 ગૂણી મગફળીની આવક સામે મંડીમાં વેપાર મણદીઠ રૂ. 1300થી 1510માં થયા હતા, જ્યારે ગુજરાતનાં મથકો પર દેશાવરોની માગને ટેકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 2750માં લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 1735માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1440 સોયા રિફાઈન્ડના રૂ. 1500, સન રિફાઈન્ડના રૂ. 1730, સિંગતેલના રૂ. 1770, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1470 અને સરસવના રૂ. 1480ના મથાળે ટકેલા રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.