Fri Aug 28 2026

Logo

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ યથાવત, ઈરાન બનાવી રહ્યું છે નવી રણનીતિ

Tehran   2026-03-27 16:23:00
Author: Chandrakant Kanoja
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ યથાવત, ઈરાન બનાવી રહ્યું છે નવી રણનીતિ

તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે વાતચીત કરવાનો માહોલ બનાવી રહ્યા છે. તો બીજી તરફ ઈરાનને અમેરિકા પર વિશ્વાસ નથી. તેમજ તે અમેરિકાને ચેતવણી પણ આપી રહ્યું છે. જો ઇરાનના કોઇપણ પ્રદેશ પર હુમલો કરવામાં આવશે તો તે બીજો જળમાર્ગ પર બંધ કરી દેશે. તેમજ ઇરાને હવે અમેરિકા વિરુદ્ધ રણનીતિ બદલી છે જેમાં હવે પશ્ચિમ એશિયામાં તે હોટલોને નિશાન બનાવશે જ્યાં અમેરિકન સૈનિકો રહે છે. 

પશ્ચિમ એશિયાના દેશોના હોટલ માલિકોને ચેતવણી

આ ઉપરાંત ઇરાને હવે પશ્ચિમ એશિયાના દેશોના હોટલ માલિકોને ચેતવણી આપી છે. તેમજ કહ્યું છે કે જે હોટલમાં અમેરિકન સૈનિકોને તેને નિશાન બનાવવામાં આવશે. તેથી શકય હોય તો હોટલમાં અમેરિકન સૈનિકોને રાખવાનો ઇનકાર કરવામાં આવે.  

અમેરિકન સૈનિકોએ GCCમાં તેમના લશ્કરી થાણા છોડી દીધા 

આ અંગે  ઈરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરાકચીએ અમેરિકન સૈનિકો પર ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશોના લોકોનો "માનવ ઢાલ" તરીકે ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે એકસ  પોસ્ટમાં  જણાવ્યું હતું કે,  આ યુદ્ધની શરૂઆતથી અમેરિકન સૈનિકોએ GCCમાં તેમના લશ્કરી થાણા છોડી દીધા છે અને હોટલ અને ઓફિસોમાં છુપાઈને ભાગી ગયા છે. 

તેમણે આ  પ્રદેશની હોટલોને તેમના બુકિંગ ના સ્વીકારવા  અપીલ કરી હતી. સૂત્રોને  ટાંકીને  ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે  ઈરાને  સંયુક્ત આરબ અમીરાત અને બહેરીનને પણ  કડક ચેતવણીઓ આપી છે.