Mon May 18 2026

Logo

સસ્તામાં સોનું અપાવવાને બહાને ઝવેરી સાથે 14 લાખની ઠગાઇ: છ વિરુદ્ધ ગુનો

2026-05-18 20:04:56
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણેમાં સસ્તામાં સોનું અપાવવાને બહાને ઝવેરી સાથે 14 લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ છ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.ગોરેગામ વિસ્તારમાં રહેતા ફરિયાદી ઝવેરીનો આરોપીઓએ સંપર્ક સાધ્યો હતો અને તેને સસ્તામાં સોનું અપાવવાનો દાવો કર્યો હતો.

આરોપીઓએ ફરિયાદીને 12 મેના રોજ થાણેમાં બોલાવ્યો હતો અને વસંત વિહારમાં તેની પાસેથી 14 લાખ રૂપિયા લીધા હતા, પરંતુ તેને સોનું અપાવ્યું નહોતું અને રૂપિયા પણ પાછા આપ્યા નહોતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ફરિયાદીએ ચિતલસર પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ છ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની શોધખોળ આદરી હતી. (પીટીઆઇ)