બોલિવૂડમાં પગ મૂકતાની સાથે જ પોતાની નશીલી આંખો અને લુક્સમાં ઐશ્વર્યા રાય જેવી દેખાતી હોવાના કારણે સ્નેહા ઉલ્લાલને ‘ઐશ્વર્યા રાયની હમશકલ’ લોકો કહેતા હતા. અમુક લોકો તો તેને ઐશ્વર્યાની બહેન પણ સમજી બેઠા હતા. આ ચર્ચા આજે પણ યથાવત છે. ત્યારે તાજેતરમાં ગોવા વેકેશન વખતની તેની તસવીરોમાં સ્ટાઇલિશ અંદાજે લોકોનું દિલ જીતી લીધું છે, જેમાં ક્યાંક મિની સ્કર્ટમાં તો ક્યારેક શોર્ટ્સ કે ડ્રેસમાં સ્નેહા પોતાનો ગ્લેમરસ અવતાર બતાવ્યો હતો.
38 વર્ષની સ્નેહા ઉલ્લાલના લુક્સ જોઈને લોકોની નજર તેમના પરથી હટી નહીં. તેમણે પાર્ટી અને વેકેશન માટે યુવતીઓને પણ ફેશન ગોલ્સ આપ્યા. તેમના દરેક લુકમાં ગ્લેમર સાથે સ્ટાઇલનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળ્યું. ખાસ વાત એ છે કે ઓછા એલિમેન્ટ્સ સાથે સ્ટાઇલ કરીને તેમણે પોતાના લુક્સને ક્લાસિક બનાવ્યા છે.

જ્યારે બની ‘બ્લેક બ્યુટી’
સ્નેહાનો બ્લેક શોર્ટ ડ્રેસમાં લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે. ડ્રેસની ડીપ વી-નેક, બલૂન સ્ટાઇલ હાફ સ્લીવ્સ અને પ્લીટેડ સ્કર્ટ આઉટફિટમાં ગ્લેમર સાથે ક્યૂટનેસનો ટચ પણ ઉમેરી રહ્યા છે. તેમણે તેને ગોલ્ડન ડિટેલવાળા બેલ્ટ અને બ્રેસલેટ સાથે પેર કર્યો હતો. બ્લેક હીલ્સ અને હળવો સ્મોકી મેકઅપ તેમના લુકને શાનદાર ફિનિશ આપી રહ્યો હતો.
મિની સ્કર્ટમાં સ્ટાઇલિશ અંદાજ
અહીં સ્નેહા વ્હાઇટ કલરની પ્રિન્ટેડ મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે, જેના પર પર્પલ અને ગ્રીન ફ્લોરલ પેટર્ન છે. પ્લીટેડ ડિટેલિંગ તેની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે. તેમણે તેને લાઇટ ગ્રીન ટોનના ટૅન્ક ટોપ સાથે પેર કર્યું અને ઉપરથી મેચિંગ શર્ટ લેયર કર્યું હતું. ટૅન્ક ટોપની બટન અને લેસ ડિટેલિંગવાળી નેકલાઇન લુકમાં સ્ટાઇલિશ ટચ ઉમેરી રહી હતી. પિંક લિપ્સ સાથે સ્નેહાએ પોતાના આ લુકને ફાઇનલ ટચ આપ્યો.

પુલમાં દેખાડ્યો ગ્લેમરસ અવતાર
બ્લેક કલરના ફ્લોરલ પ્રિન્ટેડ ટોપ સાથે બ્લેક શોર્ટ્સમાં સ્નેહાનો લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે. ટોપ પર બનેલા રેડ રોઝ તેના લુકમાં ફ્રેશનેસ ઉમેરી છે. જ્યારે બ્લેક સનગ્લાસિસ સાથેની તેમની અદાઓ લુકમાં ગ્લેમરનો ટચ ઉમેરી રહી છે. સ્નેહાએ આ લુકને કોઈ વધારાની જ્વેલરી વગર સ્ટાઇલ કર્યો છે અને પોતાના કપડાંને જ હાઇલાઇટ થવા દીધાં છે.
ટૅન્ક ટોપ અને સ્કર્ટમાં પણ છવાઈ
સ્નેહાએ બ્લેક કલરનું ટૅન્ક ટોપ અને તેની સાથે મેચિંગ બ્લેક પ્લીટેડ સ્કર્ટ પહેરી હતી. તેને તેમણે વ્હાઇટ કલરના શ્રગ સાથે લેયર કર્યું, જે લુકમાં સુંદર કોન્ટ્રાસ્ટ અને સ્ટાઇલિશ ટચ ઉમેરી રહ્યું હતું. આંખો પર ડાર્ક સનગ્લાસિસ, કાંડા પર વૉચ અને પગમાં કમ્ફર્ટેબલ કેઝયુઅલ સેન્ડલ્સ સાથે તેણે પોતાનો સમરી લુક પૂર્ણ કર્યો હતો. તેમનો ઓવરઓલ લુક કૂલ, ચિક અને રિલેક્સ્ડ લાગી રહ્યો હતો.

આ લુક્સ પણ રહ્યા શાનદાર
અહીં સ્નેહાના બે અલગ-અલગ લુક્સ જોવા મળી રહ્યા છે. સ્નૂકર ટેબલ પાસે તે વ્હાઇટ કલરની ઓવરસાઇઝડ પેટર્ન શર્ટમાં જોવા મળી રહી છે. તેને તેમણે ગ્રીન કલરના શોર્ટ્સ સાથે પેર કર્યો છે, જે શર્ટ પરના બ્લેક અને ગ્રીન પ્રિન્ટને સારી રીતે કોમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. બીજી તસવીરમાં તે પિંક અને વ્હાઇટ કો-ઓર્ડ સેટમાં જોવા મળી રહી છે. તેને તેમણે બ્લેક ટૅન્ક ટોપ સાથે પેર કર્યું છે અને સનલાઇટ વચ્ચે પોઝ આપતી જોવા મળી રહી છે. આ લુકમાં પણ સ્નેહાનો સ્ટાઇલિશ અંદાજ લોકોને પસંદ આવ્યો.

સ્નેહાના લુક્સમાંથી મેળવો આ ફેશન ટિપ્સ
વેકેશન માટે કલરફુલ કપડાં પસંદ કરો, જે તસવીરોમાં તો સુંદર લાગે જ છે, સાથે વાઇબને પણ એલિગન્ટ અને ફ્રેશ બનાવે છે. જ્વેલરીને ઓવરડૂ ન કરો. કપડાંને હાઇલાઇટ થવા દો, જેથી કમ્ફર્ટ પણ જળવાઈ રહે. મેકઅપને વધુ લાઉડ રાખવાને બદલે સોફ્ટ ટોનમાં રાખો, જેથી ફીચર્સ વધુ સુંદર દેખાય અને લુક ઓવર ન લાગે. જગ્યાના હિસાબે અલગ-અલગ સ્ટાઇલના કપડાં પહેરો,જેમ કે બીચ લુક, પાર્ટી લુક અથવા બ્રંચ લુક.