Thu Oct 01 2026

Logo

IPLના કિંગમેકર લલિત મોદીની કહાની હવે મોટા પડદે! અંગતજીવનના કેટલાક પાસા ફિલ્મમાં જોવા મળશે

2026-09-19 10:45:00
Author: Mumbai Samachar Team
IPLના કિંગમેકર લલિત મોદીની કહાની હવે મોટા પડદે! અંગતજીવનના કેટલાક પાસા ફિલ્મમાં જોવા મળશે

Image Credit : India Today


મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગના સ્થાપક લલિત મોદી પર ફિલ્મ બનવાની છે.  એક રિપોર્ટ અનુસાર આ બાયોપિક સાજીદ નાડિયાવાલાના પ્રોડક્શન હેઠળ તૈયાર થવાની છે. હાલમાં આ વિષયને લઈને ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. સ્નેહા રજની સ્ક્રિપ્ટનું કામ સંભાળી રહ્યા છે. જે પ્રોડ્યુસર પણ છે. આ ફિલ્મ લલિત મોદીના શરૂઆતના સંઘર્ષ, જીવનકથા, IPLની શરૂઆત તથા એની સફળતા પછી જે વિવાદો થયા એના પર આધારિત છે. 

કોણ કરશે લીડ રોલ?
થોડા સમય પહેલા રણવીરસિંહે આ ફિલ્મ કરવા માટેનો રસ દાખવ્યો હતો. લલિત મોદીએ પણ આ ફિલ્મને લઈને ખાતરી આપી હતી. એ વાત પણ કન્ફર્મ કરી હતી કે, લલિત મોદીનો રોલ રણવીરસિંહ કરવાનો છે. લલિત મોદી ભારતમાંથી નાસી ગયા બાદ 16 વર્ષથી લંડનમાં રહે છે. હેડલાઈન્સ અને વિવાદ પર ફોક્સ કરવાના બદલે એમના અંગત જીવન અને કરિયરને લઈને પણ અલગ અલગ પાસા પર ફિલ્માંકન કરવા માગે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડેવલપમેન્ટનું કામ હજું ચાલું છે. લલિત મોદીએ પોતાની એક ખાસ મુલાકાતમાં કહ્યું હતું કે, સ્નેહાની ટીમ મારા અનેક ઈન્ટરવ્યૂ લઈ ચૂકી છે. જેમાં ઘણા બધા વિષયોનો ઉમેરો કરાયો છે. થોડા વર્ષો પહેલા એક્ટર રણવીરસિંહ પણ મળવા માટે લંડન આવ્યો હતો. આ બાયોપિકમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રોમાંથી વિગત એવી મળી રહી છે કે, હાલમાં કોઈ જ સ્ટારકાસ્ટ ફાયનલ થઈ નથી. હજુ સુધી કોણ ક્યુ પાત્ર પ્લે કરશે એ અંગે પણ કંઈ નક્કી નથી. બસ આ બાયોપિક સાથે રણવીરસિંહનું નામ માત્ર ચર્ચામાં છે.  

22 આરોપ કોણે લગાવ્યા હતા?
ક્રિકેટ, બિઝનેસ અને એન્ટરટેઈનમેન્ટ એમ ત્રણેય ઈન્ડસ્ટ્રી સાથે લલિત મોદીનું નામ જોડાયેલું છે. વર્ષ 2008માં તે BCCIના ઉપાધ્યક્ષ પદે હતા અને એ પછી IPLની સીઝન શરૂ થઈ હતી. આ ટુર્નામેન્ટના ચેરમેન બન્યા પછી વર્ષ 2010માં શેરહોલ્ડિંગને લઈને વિવાદમાં ફસાયા હતા. આ વિવાદના છાંટા કોંગ્રેસ નેતા શશી થરૂરને પણ ઉડ્યા હતા. એ સમયે કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા શશી થરૂરે રાજીનામું આપી દેવું પડ્યું હતું. મૂળ દિલ્હીના એક વેપારી પરિવારમાં જન્મેલા લલિતના લોહીમાં વેપાર હતો. અમેરિકામાંથી એન્જિનીયરિંગનો અભ્યાસ કર્યા બાદ ભારત આવ્યા, લોકોમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન જોયું અને સ્પોર્ટ્સ ક્ષેત્ર ઝંપલાવી દીધું. અમેરિકાના અભિગમને અપનાવીને ભારતમાં IPL ટુર્નામેન્ટ શરૂ કરી.  હિમાચલ, રાજસ્થાન અને પંજાબ ક્રિકેટ એસો.ના સભ્ય બન્યા એ પછી BCCI સુધીનો રસ્તો ક્લિયર થયો અને આખરે BCCIમાં એન્ટ્રી મળી ગઈ. IPL થી ખેલાડીઓ અને BCCI બંનેને ફાયદો થવા લાગ્યો. જોકે, IPL અને લલિતના અંગત સ્વાર્થને લગતી વિગતો આખરે બહાર આવી, અને 2010ની IPL ફાઈનલ બાદ તેમને BCCIના ઉપપ્રમુખ પદ પરથી હટાવી દેવામાં આવ્યા. BCCI એ જ લલિત સામે 22થી વધારે આરોપ મૂક્યા અને આખરે આ સંસ્થા છોડવી પડી હતી.